Published by: Rana kajal
દિલ્હીના નવા મેયર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શેલી ઓબેરોયની પસંદગી કરવામાં આવી છે. તેમણે ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તાને હરાવ્યા છે. મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શેલી ઓબેરોયને 150 વોટ મળ્યા જ્યારે બીજેપી ઉમેદવાર રેખા ગુપ્તાને 116 વોટ મળ્યા.
મેયરની ચૂંટણી માટે ચોથી વખત બોલાવવામાં આવેલા ગૃહમાં આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. આ દરમિયાન કોઈ વિરોધ કે કોઈ પ્રકારના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ન હતા. મતદાન સવારે 11.30 વાગ્યે શરૂ થયું હતું અને 2 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું. કુલ 10 નામાંકિત સાંસદો, 14 નામાંકિત ધારાસભ્યો અને દિલ્હીના 250 ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી 241એ મેયરની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.
આ પહેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે AAP ઉમેદવાર શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બની ગયા છે. સિસોદિયાએ ટ્વિટ કર્યું, ” દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બનવા પર આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ફરી એકવાર દિલ્હીના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.”




