Published by : Vanshika Gor
સાઉથ સુપરસ્ટાર રામચરણ હાલ તેની ફિલ્મ ‘આરઆરઆર’ ના ગીત ‘નાટૂ-નાટૂ’ને મળેલા ઓસ્કર નોમિનેશનના કારણે ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ તે ઓસ્કર 2023માં ભાગ લેવા માટે હૈદરાબાદથી એમેરિકા જતો જોવા મળ્યો હતો. જો કે, ઓસ્કર 2023 પહેલા અભિનેતા ઘણા બધા કાર્યક્રમમાં ભાગ લેશે. આ જોતા હવે રામચરણ એક ગ્લોબલ સ્ટાર બનાવા તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સાઉથ સુપરસ્ટાર રામચરણ એક લોકપ્રિય ટોક શો ‘ગુડ મોર્નિંગ અમેરિકા’માં મુખ્ય અતિથિના રૂપમાં જોવા મળશે. આ શો ભારતીય સમયાનુસાર ABC પર રાત્રે 11.30 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. આ પ્રથમવાર છે જ્યારે તે કોઇ આંતરરાષ્ટ્રિય શોનો ભાગ બનશે. જો કે, જે રીતે ફિલ્મ ‘આરઆરઆર’ પછી અભિનેતાની પોપ્યુલારિટી વધી છે તે જોતા તે હવે ગ્લોબલી પોતાની સ્થિતી વધુ મજબૂત કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તે દર વર્ષે યોજાતા પ્રતિષ્ઠિત હોલિવૂડ ક્રિટિક્સ એશોસિએશન (HCA) એવોર્ડ્સના હોસ્ટના રૂપમાં જોવા મળશે.

હાલમાં જ અભિનેતા રામચરણ હૈદરાબાદ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. જ્યાં મહત્વની વાત એ હતી કે તે આ દરમિયાન ખુલ્લા પગે જોવા મળ્યો હતો. આ ફોટો ને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં રામચરણને બ્લેક કલરના કુર્તા-પાયજામામાં ખુલ્લા પગે જોઇને ત્યાં હાજર લોકો ચોંકી ગયા હતા. અયપ્પા દીક્ષા લીધી હોવાને કારણે તે ખુલ્લા પગે જોવા મળ્યો હતો.