Published By : Anu shukla
સરકારી નોકરી પાછળ પાગલ ત્યારે આ યુવકે 3-3 નોકરી છોડી ખેતીમાં કરી 38 લાખની કરી ક્માણી
રાજસ્થાનના બારા જિલ્લાના આસલપુર ગામના રહેવાસી 29 વર્ષીય ધનરાજ લવવંશી મલ્ટીક્રોપ ટેક્નીકથી ખેતી કરે છે. આ રીતે કરનાર તે એરીયાના પહેલા ખેડૂત છે. તેમણે એક નહીં ત્રણ-ત્રણ સરકારી નોકરી છોડીને ખેતીમાં કરિયર બનાવ્યું છે.

ખેતી કરવા છોડી ત્રણ ત્રણ સરકારી નોકરી
યુવાધન જયારે સરકારી નોકરી માટે ખુબજ મહેનત કરે છે, બધું દાવ પર લગાવે છે ત્યારે આ રાજસ્થાનના બારાંમાં રહેતા ધનરાજ લવવંશી એ 29 ની ઉંમરે એક નહીં 3-3 સરકારી નોકરી છોડી ખેતી માં ઝંપલાવ્યું . હાલ ધનરાજ મલ્ટી ક્રોપ હાર્વેસ્ટિંગ ફોર્મુલા અપનાવીને ખેતીથી બમ્પર નફો કમાઈ રહ્યા છે. તે મલ્ટીક્રોપ ટેક્નીકથી ખેતી કરનાર પ્રદેશના પહેલા ખેડૂત છે. તેમણે વર્ષ 2019માં અકલેરા કોર્ટથી ક્લર્કની નોકરી છોડી. પછી જિલ્લામાં ક્લર્ક બન્યા. ત્યાર બાદ તેમની પસંદગી થર્ડ ગ્રેડ ટીચરમાં પણ થઈ. ખેતીમાં કંઈક કરી બતાવવાના જુનુનના કારણે તેમણે એક એક કરીને ત્રણ નોકરીઓ છોડી દીધી. આવું કરવા જતા તેમને લોકોની વાતો પણ ઘણી સાંભળવી પડી.

પહેલી વખતમાં જ નફો 38 લાખનો
તેમણે સારથલ કસ્બેમાં ખેતી કરીને સોપાબીનનો પાક વાવ્યો. પહેલી વખતમાં 45 વીઘામાં પાક તેમને 42 લાખનો પાક કર્યો. જેમાં તેમને ચાર લાખનો ખર્ચ થયો અને 38 લાખનો નફો મળ્યો. ચાલુ વર્ષે 40 વીધામાં દર પ્રકારના ઓફ સીઝનના વેજીટેબલ જેવા કે મરચુ, ટામેટા, રિંગણ, ભિંડા, કારેલા, દુધી કરીને, તરબૂચ અને હજારીગલ જેવા પાકની ખેતી કરી છે. તેમણે એમાં એક કરોડથી વધારેનો લક્ષ્ય રાખ્યો છે.

લોકોને આપ્યો રોજગાર
ધનરાજ લવવંશીએ 40 મહિલા-પુરૂષોને રોજગાર આપ્યો. આ લોકો દરરોજ ખેતીમાં ઉગેલા પાકની દેખરેખ કરે છે. ઓછા પાણીથી વધારે પાક માટે તેમણે વોટર ડિપિંગ પદ્ધતિ અપનાવી ને તેના જરૂરીયાતના હિસાબથી સિંચાઈ કરવામાં આવે છે.
ડેરીમાં કિસ્મત અજમાવી
ખેતી ઉપરાંત ધનરાજ લવવંશીએ ચાર વર્ષ પહેલા અકલેરામાં ડેરી ફાર્મમાં કિસ્મત અજમાવી. દુધ આપતી સારી ગાય અને ભેંસ રાખીને તેમણે દૂધ મોટી ડેરીમાં સપ્લાય કરવા માટે ચેન સિસ્ટમ બનાવી છે. આ આવક ખેતીમાં ઉપયોગ માં લગાવ્યો .