Published by : Vanshika Gor
જ્યાં જ્યાં ઇન્ડિયન્સ જાય છે ત્યાં ત્યાં ભારતીય સંસ્કૃતિ અને વૈભવ ની અમિત છાપ છોડી ત્યાંની વિદેશી ભૂમિ ને પણ ભારતીય રંગ-ઢંગ માં ઢાળી દે છે…ભાગ્યેજ વિશ્વનો કોઈ એક ખૂણો ખાલી હશે,જયાં ભારતીય વસ્યો ના હોય…અમેરિકા તો પટેલો નો પ્રાંત બની ગયું છે,કેનેડામાં પંજાબીઓ ને પ્રભાવ નોંધ પાત્ર રહ્યો છે.
જ્યાં જ્યાં વશે ગુજરાતી ત્યાં ત્યાં વશે ગુજરાત..એવી એક કહેવત પણ સાંભળી જ હશે.ગુજરાતમાં દરિયા ખેડુ અને વિદેશી વ્યાપારમાં સૈકાઓ થી નામ ઉજ્જવળ કરનાર લોહાણા સમાજ પણ દેશ વિદેશમાં છવાયેલો રહ્યો છે.પ્રાચીન ભારતમાં મરી,મસાલા,તેજાના નો દૂર દૂર વ્યાપાર કરનાર આ દરિયાલાલ ના દીકરાઓ આજે તમામ ક્ષેત્રોમાં વ્યવસાય કરીને ધનવાન તો બન્યા જ છે,પણ વિશ્વ સાથે તાલ મેલ પણ વધારી રહ્યા છે.કહેવાય છે કે નોકરી ને ગુલામી ગણનારો અને વ્યાપરને વૃદ્ધિ અને સમૃદ્ધિ ગણનારો આ લોહા- રાણા,લોહાણા સમાજ એની આગવી સંસ્કૃતિનો પણ સૂત્રધાર રહ્યો છે.
પ્રતિ વર્ષ આ સમાજ દ્વારા લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા બિઝનેસ મીટ નું આયોજન થતું રહ્યું છે.તાજેતરમાં આફ્રિકામાં યુગાન્ડા-કમ્પાલા માં 2023 ના વર્ષની 19 થી 22 માર્ચ દરમ્યાન વૈશ્વિક પરિષદ- બિઝનેસ મીટ નું સફળતા પૂર્વક રંગે-ચંગે આયોજન થયું…જેમાં ભારત સહિત વિશ્વમાં વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા લોહાણા સમાજના મહાજનોએ ભાગ લીધો..જેની કેટલીક દુર્લભ ઝલક પણ અહીં પ્રસ્તુત છે.




