Published by : Rana Kajal
કર્ણાટકમાં ચૂંટણી યોજાનાર હોય રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો હાલ કર્ણાટકમાં છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ઍક રેસ્ટોરન્ટમાં ઢોસા બનાવવા જતા બે વાર સામાન્ય દાઝી ગયા હતા. કર્ણાટકના મૈસુર વિસ્તારમાં પ્રચાર કરતા કોંગ્રેસના પ્રિયંકા ગાંધી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડી. કે. શિવકુમાર તેમ અન્ય આગેવાનો સાથે નાસ્તો કરવા માય લારી હોટલમાં ગયા હતા. જયા પ્રિયંકા ગાંધીએ ઢોસા બનાવવાની રીત શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી હોટેલના મેનેજર તેમને રસોડામાં લઈ ગયા હતા. જ્યા ઢોસા બનાવતા પ્રિયંકા ગાંધી બે વાર સામાન્ય દાઝી ગયા હતા ઢોસા પલટાવવા જતા તેઓ દાઝી ગયા હતા.




