Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateસૌની એક જ ચિંતા મહેનતની કમાણી બચાવવી કઈ રીતે…? નાણામંત્રી નિર્મલા સીતારમણને...

સૌની એક જ ચિંતા મહેનતની કમાણી બચાવવી કઈ રીતે…? નાણામંત્રી નિર્મલા સીતારમણને આપી સલાહ…

Published by : Rana Kajal

લોકોને મહેનતની કમાણી બચાવવા અંગે નાણામંત્રી સીતારમણે ખાસ સૂચનો આપ્યા હતા. આ વાત તમારા માટે છે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્ણાટકના તુમકુરુમાં પોંજી એપ્સ એટલેકે પ્રલોભનો આપનારી એપ અને ફાયનાન્શીઅલ ઇન્ફ્લુએંસર્સ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. નાણાંમંત્રીએ જણાવ્યું કે બદલાતા સમય સાથે, લોકોની રોકાણ કરવાની રીત બદલાઈ છે, પરંતુ એક વસ્તુ જે બદલાઈ નથી તે એ છે ઝડપથી પુષ્કળ પૈસા કમાવવાની લાલચ. આ લોભના કારણે લોકો અગાઉ પણ પોતાની મહેનતની કમાણી ગુમાવતા હતા અને હજુ પણ તેમની મહેનતના પૈસા સ્વાહા થઇ રહ્યા છે. આ વાત એટલી ગંભીર બની રહી છે કે દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ ચિંતા થઇ ગઇ હતી. નાણાં મંત્રીએ જણાવ્યુ કે જો તમે તમારા રૂપિયા બચાવવા માંગતા હો તો કોઇની પણ સલાહને આંખ બંધ કરીને ભરોસો ન કરી લો. કોઇ પણ જગ્યાએ રૂપિયાનું રોકાણ કરતા પહેલા પોતે આગવુ અને ખાસ સંશોધન કરો. મંત્રીએ જણાવ્યું કે જો 3-4 લોકો આપણને સાચી સલાહ આપનારા છે, તો 10માંથી 7 લોકો એવા પણ હશે તેમનો હેતુ હકિકતમાં કઇંક અલગ જ હોય છે. ઘણા બધા સામાજિક પ્રભાવકો અને નાણાકીય પ્રભાવકો હવે જોવા મળી રહ્યા છે. પરંતુ આપણે ધ્યાનમાં રાખવું પડશે કે તેમની સલાહને ક્રોસચેક કરો. તમારી મહેનતની કમાણી બચાવવા માટે ભીડનો હિસ્સો બનીને કોઇ પણ વસ્તુની પાછળ દોડવા ન માંડો. એમ નાણાં મંત્રીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security