Published by : Rana Kajal
ભારતના જુદા જુદા વિસ્તારો અને રાજ્યોમાં જુદી જુદી વાનગીઓ ખુબ પ્રસિધ્ધ છે. પ્રવાસીઓ માટે પણ આ વાનગીઓ આકર્ષણ રૂપ સાબીત થાય છે. સમય જતાં આ વાનગીઓ જેતે વિસ્તાર કે રાજ્યની ઓળખ બની જાય છે જેમ કે “ખમણ” ગુજરાતની ખાસ વાનગી તરિકે પ્રસિધ્ધ છે તો “વળેલા ફાફડા”સૌરાષ્ટ્ર ની ઓળખ છે એમ કહી શકાય. તેવીજ રીતે “મિસળ પાવ” એ મહારાષ્ટ્ર ની આગવી ઓળખ છે. મહારાષ્ટ્રની આ સ્વાદિષ્ટ વાનગીએ અને તેના ટેસ્ટે મહારાષ્ટ્ર કે દેશની સરહદો ઓળંગી હવે વિશ્વના સ્વાદના રસિકો મા આગવુ સ્થાન જમાવ્યુ છે અને હવે તો મહારાષ્ટ્રની આ વાનગીએ વિશ્વની સૌથી વધુ લોકપ્રિય વાનગીઓ મા પોતાનું સ્થાન જમાવ્યુ છે.સાત ભારતીય વાનગીએ ટેસ્ટ એટલાસની શ્રેષ્ઠ પરંપરાગત શાકાહારી વાનગીની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગ તાજેતરમાં ફૂડ ગાઈડ પ્લેટફોર્મ ટેસ્ટ એટલાસ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ યાદીમાં ટોપ 10માં વિદેશી ભોજનનો પણ સમાવેશ થાય છે. જ્યારે મહારાષ્ટ્રની ફેમસ મિસાલ પાવ 11મા સ્થાને છે. જ્યારે 20મા સ્થાને આલૂ કોબી, 22મા સ્થાને રાજમા, 24મા સ્થાને કોબીજ મંચુરિયન અને અલગ વાનગી બનતા રાજમા ચાવલ આ યાદીમાં 41મા સ્થાને છે. આ આ ઉપરાંત મસાલા વડા અને ભેળપુરી અનુક્રમે 27મા અને 37મા ક્રમે છે.




