- ઘટના સીસીટીવી કેમેરામાં કેદ .
વડોદરાના વાસણા વિસ્તારમાં રિવોલ્વરની અણીએ ભાજપ કોર્પોરેટરના ભાઈના ઘરમાં લુંટ થઈ હોવાનો દિલધડક બનાવ બન્યો હતો. લૂંટના બનાવના પગલે ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું…

વડોદરાના વાસણા પેટ્રોલ પંપ સામે આવેલી એકમુદ્રા સોસાયટીમાં કોર્પોરેટરના ભાઈના ઘરે બંદૂકની અણીએ લુંટારૂઓએ દંપતીને ઘરમાં બંધક બનાવી ત્રણ લૂંટારૂઓએ લુંટ મચાવી હતી લુટારુઓ બંદૂકની અણીએ 50 તોલા સોના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટના પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પોલીસની વિવિધ ટીમોએ લૂંટારુઓને પકડવાની કામગીરીની શરૂઆત કરી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં નાકાબંધી કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. બુકાનીધારીઓ નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે લૂંટની ઘટનાનો ભોગ બનેલા દંપતીએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે લૂંટારુઓએ ઘરમાં અચાનક પ્રવેશ કર્યો હતો એટલુ જ નહિ દીપકભાઈ પટેલને લૂંટારૂઓએ માર માર્યો હતો અને ઘરના રૂમમાં દોરીથી બાંધી દીધા હતા તેમજ માર મારવાની ધમકી આપી તિજોરીની ચાવી લઈ લૂંટ ચલાવી હતી દંપતિના જણાવ્યા અનુસાર લુટારુઓ હિન્દીમાં વાત કરતા હતા.
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)




