બોલિવુડમાં વધુ એક કપલ સાત ફેરા ફરવા જઈ રહ્યું છે. વિક્કી-કટરીના, આલિયા-રણબીર અને ઋચા-અલી બાદ હવે રકુલપ્રીત સિંહે પણ પોતાના લૉન્ગ ટાઈમ બોયફ્રેન્ડ જેકી ભગનાનીની સાથે લગ્ન કરવા જઈ રહી છે.રકુલ પ્રીત જેની દુલ્હનિયા બનવા જઈ રહી છે તે કોઈ બીજુ નહિ પરંતુ બોલિવુડ અભિનેતા જેકી ભગનાની છે,આ કપલ આવતા વર્ષે 2023માં લગ્ન કરશે.
આ લગ્નને લઈ રકુલ પ્રીતના ભાઈ અમનએ જાણકારી આપી છે. બોલીવુડમાં ચાલી રહેલા લગ્નની મૌસમ વચ્ચે રકુલ પ્રીતે પણ સારા સમાચાર આપ્યા છે. રિપોર્ટસ અનુસાર આ વાત સાચી છે રકુલ અને જેકી ભગનાનીના લગ્ન આવતા વર્ષે 2023માં થશે. આટલું જ નહિ બંન્ને એકબીજાને ખુબ પ્રેમ કરે છે.
રકુલે પણ પોતાના લગ્નના અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે. તેણે ઈટાઈમ્સના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતાં ટ્વિટર પર લખ્યું, “અમન તેં કન્ફર્મ કરી દીધું? મને કીધું પણ નહીં ભાઈ…કેટલી રમૂજી વાત છે કે મારી પાસે મારા જ લગ્નના સમાચાર નથી.” આ સાથે જ રકુલે હસતા ઈમોજી શેર કર્યા છે. મતલબ કે, રકુલે ભલે લગ્નની વાત હસવામાં ઉડાવી દીધી પણ તેણે નકારી નથી.




