ભાજપની બેઠક બાદ યુવા હોદ્દેદારો વચ્ચે મારામારી થઈ….
ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી છે પરંતુ કેટલાક બનાવો એવા પણ બની રહ્યાં છે જ્યાં શિસ્તનાં તમામ ધોરણો કોરાણે મૂકવામાં આવે છે જેમકે તાજેતરમાં કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભારતીય જનતા પાર્ટીની યોજાયેલ બેઠક બાદ યુવા બોડીના તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો વચ્ચે છુટ્ટાહાથની મારામારીની ધટના બની હતી તેમજ પાર્ટીના મહિલા સભ્યો હાજર હોવા છતાં અપશબ્દો બોલવામાં આવ્યા હતા. પ્રવાસી પ્રતિનિધિની ઉપસ્થિતિમાં આવી મારામારીનો બનાવ કેમ બન્યો તે અંગેની તમામ જાણકારીઓ મળી નથી પરંતુ મળતી માહિતી અનુસાર આ મારામારી અને અપશબ્દો ઉચ્ચારવાની ધટના અંગે મોવડી મંડળ પગલાં લે તેવી સંભાવના જણાઈ રહી છે.




