- જય શાહ ફરીથી સેક્રેટરીની જવાબદારી સંભાળશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક મીટિંગ (AGM)માં બીસીસીઆઈના નવા પ્રમુખ બનવાની રોજર બિન્નીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. તેઓ BCCIના 36માં પ્રમુખ છે. ભારતના પૂર્વ કેપ્ટન અને કોલકાતાના પ્રિન્સ સૌરવ ગાંગુલીનું તે સ્થાન લેશે. અગાઉના નોમિનેશનમાં જ નક્કી કરવામાં આવ્યું હતું કારણ કે કોઈપણ પદ માટે કોઈ વિરોધ નહોતો. માત્ર સહી કરવાની હતી.
મુંબઈની તાજ હોટલમાં આયોજિત આ બેઠકમાં બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ખજાનચી અરુણ કુમાર ધૂમલ અને રોજર બિન્ની હાજર રહ્યા હતા. આ બેઠકમાં અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં IPLની હરાજી, પ્રથમ મહિલા IPLની તારીખ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય, એવી અપેક્ષા હતી કે ICCમાં યોજાનાર નોમિનેશન વિશે પણ વાત થશે. પરંતુ હાલમાં તેના પર કોઈ વાત થઈ નથી. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીને માહિતી આપતા કહ્યું કે બોર્ડ આ અંગે પછીથી નિર્ણય લેશે. ICC માટે નોમિનેશનની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે.




