- દિવાળી ટાળે જ કચરાના ઢગલાને પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત
અંકલેશ્વરના હાર્દ સમાન ચૌટા નાકા પાસે કચરાના ઢગલાને પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે
દિવાળી તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અંકલેશ્વરમાં ઠેરઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ પાલિકાના કર્મચારીઓની પડતર માંગણીઓ નહિ સંતોષતા અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતાર્યા છે જેને પગલે સામી દિવાળીએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના હાર્દ સમાન ચૌટા નાકા પાસે કચરાના ઢગલાને પગલે ગંદકીને લઇ રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે ત્યારે સ્વચ્છતા પાછળ લાખોનો ખર્ચ કરતી પાલિકાને કચરાના ઢગલા કેમ દેખાતા નથી તેવા સવાલો ખડા થયા છે.




