Home News Update My Gujarat AAP ના એકમાત્ર દક્ષિણ ગુજરાતના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની આદિવાસી જનતા...

AAP ના એકમાત્ર દક્ષિણ ગુજરાતના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની આદિવાસી જનતા માટે જંગલમાં દરબાર ભરી લઈ રહ્યા છે દરકાર…

0

Published by : Anu Shukla

  • સરકારી તંત્ર યોજતું સંકલનની બેઠક તેઓ દર મહિને પ્રજા માટે પોતે યોજી રહ્યા છે
  • દેડિયાપાડાના મોઝદા ગામે નદી કિનારે MLA એ બેઠક યોજી લોકોની રજૂઆતો અને સમસ્યા જાણી
  • સમાજ કઈ રીતે આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગળ આવે તેની પણ માહિતી આપી
  • શિક્ષણ, સરકારી યોજનાઓ, રોજગારી અને વ્યસનમુક્તિ અંગે પણ આપના ધારાસભ્યએ જંગલમાં જમાવ્યો પોતાનો દરબાર

દેડિયાપાડા અને સાગબારા તાલુકાના લોકો સાથે મહિનામા એક વખત જાહેર સંકલિત મિટિંગ રાખવામાં આવે. જેવા હેતુથી દક્ષિણ ગુજરાતના એકમાત્ર આમ આદમી પાર્ટીના MLA એ દર મહિનાના પેહલા સોમવારે પોતાના મતવિસ્તારની પ્રજા સાથે સંકલનની બેઠક શરૂ કરી છે.

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના AAPના MLA ચૈતર વસાવાએ તાલુકાની જનતા સાથે મહિનાના પહેલા સોમવારે મોઝદા ગામે નદી કિનારે સંકલિત મિટિંગનું આયોજન કર્યું હતું.

મહિનાના પહેલા સોમવારે યોજાયેલી બેઠકમાં જાહેર જનતાના જે કોઈ પણ પ્રશ્ન, સમસ્યાઓ હોઈ તે ધારાસભ્ય સમક્ષ લોકોએ રજૂઆત કરતા એના નિરાકરણ માટે પ્રયાસોની ખાતરી આપી હતી. સમાજને કઈ રીતે આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગળ આવવું જેની ચર્ચાઓ કરાઈ હતી.

બેઠકમાં જનજાગૃતિની ચર્ચાઓ એટલે કે વ્યસનમુક્ત સમાજ કઈ રીતે બનાવવાનું, સામાજિક પ્રસંગોમા મોંઘા ખર્ચોથી કોઈ રીતે બચવુ, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી વિજ્ઞાન તરફ કઈ રીતે જવું. જેવી સામાજિક સમસ્યાઓ વિશે લોકોને માર્ગદર્શન આપી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

યુવાનો, બહેનોને સારુ પ્લેટફોર્મ મળે શિક્ષણનું સ્તર ઉંચુ આવે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ક્યાથી અને કેટલી સહાય મળે જેની માહિતી આપી કાયદાકીય જાગૃતિ આવે જેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેડુતો મહિલાઓ, વિદ્યાર્થીઓ, નાના મોટા ધંધા વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ લોકોને સારુ પ્લેટફોર્મ કોઈ રીતે મળે તેની પણ ચર્ચાઓ થઇ. સરકારી યોજનાઓનો લાભ ક્યા ક્યા થી મળે અને કયા ક્યા લાભ મળવાપાત્ર છે સાથે દરેક ઘર સુધી કઈ રીતે યોજનાકીય લાભ પોહચે જે અંગે જાણકારી અપાઈ. આ બેઠકમાં સમાજના આગેવાનો, સરપંચ, યુવાનો, બહેનો, ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version