‘બિગ બોસ’નો દરેક એપિસોડ દર્શકોની ઉત્સુકતા વધારી દે છે. હાલ ટેલિકાસ્ટ થઈ રહેલા એપિસોડમાં દર્શકોને ભરપૂર ડ્રામા જોવા મળે છે. હવે ‘બિગ બોસ’માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીને લઈને જબરદસ્ત સસ્પેન્સ બનેલો છે. હાલ શોમાં ફહમાન ખાનની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ઑડિયન્સને લાગ્યુ હતું કે ફહમાન શોની પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી છે, પરંતુ એવું થયું નહતું. હવે આ દરમિયાન વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટેન્ટના નામને લઈને અટકળો ચાલી રહી છે.
હવે ‘બિગ બોસ 16’માં જલ્દી ગોલ્ડન બૉયના નામથી પ્રખ્યાત સની નાનાસાહેબ વાઘચૌરે જબરદસ્ત એન્ટ્રી કરવાનો છે. આ સિઝનની પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થશે. ગોલ્ડન બૉય ઉર્ફ સની નાનાસાહેબ બાઘચૌરેએ શોમાં એન્ટ્રીની સત્તાવાર ઘોષણા કરી દીધી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી છે. સની નાનાસાહેબે ઈન્સ્ટાગ્રામ પર બિગ બોસનું એક પોસ્ટર શેર કરતા લખ્યુ “આખરે સપનું સાકાર થયું…બિગ બોસમાં એન્ટ્રી થઈ રહી છે.
