Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBlogBlog : ઋષિ દવે...I Love You : અનોખા સંબંધનું અનોખું હાસ્ય નાટક...

Blog : ઋષિ દવે…I Love You : અનોખા સંબંધનું અનોખું હાસ્ય નાટક…

Published by : Aarti Machhi

દીપકલા ભરૂચ આયોજિત વર્ષ 2023-24નું ચોથું નાટક I Love You. ગુરુવાર તારીખ 18મી જાન્યુઆરી 2024ની રાત્રે પંડિત ઓમકારનાથ ઠાકુર, કલાભવન ભરૂચ ખાતે જોયું.

શિવમ સર્જન, રાજેન્દ્ર બુટાલા પ્રસ્તુત, ડોક્ટર શીલા બુટાલા નિર્મિત, ઈકબાલ મુન્શી લિખિત અને દિગ્દર્શિત જીવનના ગ્રાઉન્ડમાં ફકત મકાનો જ નહીં સંબંધો પણ રીડેવલપમેન્ટ માંગે છે, એની હળવી કોમેડી સાથે સમજ આપતું નાટક જેમાં કિન્નરીના પાત્રમાં માધવી પટેલે ગુજરાતી રંગભૂમિ ઉપર પહેલીવાર આ નાટકથી પદાર્પણ કર્યું. વેલકમ માધવીજી, આપની હાઈટ રંગભૂમિની ઊંચાઈ સર કરશે એવી શુભકામના. રૂપા (બા)ના રોલમાં અમિતા રાજડા આપના અભિનયથી દર્શકો પરિચિત છે. હસુ(ભાઈ)ને આપ નખશિખ ઓળખો છો. જેથી 50 વર્ષના લગ્નજીવનના તાણાવાણા આપ સુપેરે દર્શાવી શક્યા છો. દીકરી અંજનીનો અભિનય સૃષ્ટિ સોરઠિયાએ કર્યો. યુવાપેઢીનું પ્રતિનિધિત્વ કરવાના આપનામાં લક્ષણો દેખાય છે. ધવલ તરીકે રિતેશ મોભ એમ્બીસિયસ બિઝનેસમેન, સ્વપ્નદ્રષ્ટા, ખુલ્લાદિલે પ્રેમનો એકરાર કરો છો, જેટલો જલ્દી મગજ પરનો કાબૂ ગુમાવો છો એટલું ત્વરિત મગજ શાંત કરી ભૂલનો એકરાર કરો છો ત્યારે તો બે સ્ત્રીને પ્રેમ કરી અંતે વેરાવળના દરિયાના પથ્થર પર નેઇલ પોલિશથી લખેલું I Love You સાકાર કરો છો. નાટકની મુખ્ય અભિનેત્રી પલ્લવીનું પાત્ર પૂર્વી મહેતાએ ખુબ જ સરસ રીતે સાર્થક કર્યા છે. બોલી, લહેકો, સ્પષ્ટઉચ્ચાર, કડકાઈ, વિનમ્રતા, પારિવારિક ભાવના, કુટુંબના કેન્દ્રમાં રહી પરિઘ પરના સ્વજનોની સંભાળ લેવાની આવડત, ગુજરાતી સન્નારીની વ્યાખ્યામાં બંધબેસતી પલ્લુ સૌના હૃદય અને આંખને ભીંજાવે છે.

I Love You નાટકના પ્રસ્તુતકર્તા રાજેન્દ્ર બુટાલા રંગીલો રાજા તરીકે એમનામાં દેવાનંદનો પરકાયા પ્રવેશ રેડિયો પરથી ગીત સાંભળીને થાય છે. સ્થૂળ શરીરની ઉપરવટ જઈને રંગમંચના આ છેડેથી બીજા છેડા સુધી ચાલવું, બેસવું, ઉઠવું એ આપના જેવા રંગમંચના પાકટ અભિનેતા જ કરી શકે. હસુના પાત્રમાં આપ દર્શકોને હસાવતા રહ્યા. આપની અભિનય ક્ષમતાને સલામ!  

નાટકના સ્મરણપટ પર અંકિત થયેલા કેટલાક સંવાદ :

  • મારી જીંદગીમાં હૃદયનો ધબકારો ચૂક્યો છું જ્યારે તારી માને પહેલીવાર જોઈ હતી.
  • બીયરમાં પાંચ ટકા આલ્કોહોલ હોય છે એટલે હું પીઉં છું ત્યારે પાંચ ટકા બાટલીમાં જ રહેવા દઉં છું.
  • દરિયા કિનારે પથરા પર લખાયેલા I Love You એ લગ્નની પહેલી કંકોત્રી.
  • આંધળાને જ્યારે દ્રષ્ટિ મળી જાય ત્યારે સૌથી પહેલા પોતાની લાકડી ફેંકી દેતો હોય છે.
  • બાળક પેદા કરવા માટે મેં તારી સાથે લગ્ન નથી કર્યા.
  • મન, મોતી ને કાચ એકવાર તૂટ્યા એટલે તૂટ્યા.
  • દરિયો અને દિલ બેઉ એકસરખા ભરતી ન આવતી હોય ત્યારે ઓટ જ આવતી હોય છે.
  • એક શરતે હું તમને હેન્ડ ઓવર કરીશ. કિન્નરીબહેને એક મહિનો આ ઘરમાં રહેવું પડશે.
  • જે પોતાની જાત પાર ઉતરી આવે એને નાતની બીક લાગતી નથી.
  •  હું તમને પપ્પાજી કહું એ પહેલા તમે મને વહુબેટા કહેશો.
  • ઘરના હપ્તા પુરા થાય એ માટે સાત સોમવારની આસ્થા માની હતી અને દિવસમાં 111 વાર જય જલારામ બોલવાની.
  • ફેમિલી કોર્ટના ધક્કા ખાવા કરતા મંદિર જવું ઘણું સારું.
  • માણસને બદલવામાં પડખું ફેરવવા જેટલો જ સમય લાગે છે.
  • એક ભૂલ તો ભગવાનથી પણ થતી હોય છે.
  • એણે બિલાડી ગણીને તે લેંઘા ગણ્યા?
  • 127 કરોડનો પ્રોજેક્ટ મળ્યા પછી આખું ભરૂચ મમ્મી પપ્પા કહે તો પણ અમને વાંધો નથી.
  • ઘણા પથરા એવા હોય છે જે બીજાનું ઘર બનાવવામાં પાયાના પથ્થર બને છે.

I Love You નાટકના ગીતો :

  • પલ ભર કે લીયે કોઈ હમે પ્યાર કરલે
  • કાંટો સે ખીંચ કે એ આંચલ
  • મેરા સામાન લૌટા દો
  • જબ કોઈ બાત બીગડ જાયે 

નાટકના પ્રારંભે પ્રવકતાનો પ્રભાવશાળી અવાજ કાને પડે ને   મેહુલ બુચ સ્મરણપટ પર અંકિત થાય.

સહકુટુંબ મિત્ર વર્તુળ સાથે માણી શકાય એવું સરસ, સુઘડ, હાસ્યસભર નાટક I Love You.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!