- KGF ચેપ્ટર ૨ અને ધ કશ્મીર ફાઈલ્સ સુપર ડુપર હિટ સાબિત થઇ
- તો લાલ સિહ ચઢા અને સમ્રાટ પૃથ્વીરાજ સુપર ફ્લોપ
કોરોના કાળ બાદ ફિલ્મ ઉધોગ પણ ધીમે ધીમે પુનઃ બેઠો થઇ રહ્યો છે અને છેલ્લા ૬ મહિના થી દર્શકો પુનઃ એકવાર સિનેમાગૃહો તરફ વળી રહ્યા છે ત્યારે વર્ષ ૨૦૨૨માં ફિલ્મ ઈન્ડસ્ટરીમાં કઈ ફિલ્મે કેટલી બાજી મારી અને કઈ ફિલ્મના સુપડા સાફ થઇ ગયાએ રજુ કરતું ટેબલ અત્રે પ્રસ્તુત છે.
વર્ષ ૨૦૨૨ માં KGF ચેપ્ટર ૨ અને ધ કશ્મીર ફાઈલ્સ સુપર ડુપર હિટ સાબિત થઇ હતી , તો બીજી તરફ લાલ સિહ ચઢા અને સમ્રાટ પૃથ્વીરાજ જેવી મોટા બજેટની ફિલ્મો બોક્ષ ઓફીસ પર ઉંધા માથે પછડાઈ પણ હતી. હવે આવતી કાલે ઋત્વિક રોશન અને સૈફ અલી ખાન અભિનીત વિક્રમ વેધા રીલીઝ થઇ રહી છે તે શું કાઠું કાઢે છે તે તો આવનારો સમય જ બતાવશે….
–ફિલ્મોની કેટેગરી કઈ રીતે નક્કી થાય છે તેના પેરા મીટર
સુપર-ડુપર હિટ: ફિલ્મ જે 100 કરોડ+ કલેક્શન સાથે 200% વળતર મેળવે છે
હિટ: ફિલ્મ જે રોકાણને બમણું કરે છે
સુપર-હિટ: એવી ફિલ્મ જે રોકાણને બમણાથી વધુ 50% વધારે કરે છે
સરેરાશ: એવી ફિલ્મ જે ફક્ત રોકાણને વસૂલ કરે છે
ફિલ્મ જે રોકાણને પુનઃપ્રાપ્ત કરે છે અને થોડો નફો આપે છે
ફ્લોપ: ફિલ્મ જે 50% અથવા વધુ રોકાણ ગુમાવે છે
ખોટ: એવી ફિલ્મ કે જે રોકાણ પુનઃપ્રાપ્ત કરતું નથી પરંતુ તેના 50% કરતા ઓછું ગુમાવે છે.