રોહિત શેટ્ટી મસાલા એન્ટરટેઇનર ફિલ્મો માટે જાણીતો છે. ગોલમાલ સિરીઝ માટે જાણીતો છે. વાહનોને ઉડાવી દેવા માટે જાણીતો છે.રોહિતની ફિલ્મો ખાલી સારો સમય જ પસાર કરાવતી નથી પરંતુ ભરપૂર મનોરંજન પણ પૂરું પાડે છે. પરંતુ સર્કસ રોહિત શેટ્ટીની સૌથી નબળી ફિલ્મ છે.તેમાં કોઈ મસાલો નથી. કોઈ મનોરંજન નથી, ફિલ્મનો સમય પસાર થતો નથી અને ન તો તેમાં કોઈ કાર ઉડાડે છે. આ એક ખૂબ જ ખરાબ ફિલ્મ સાબિત થાય છે.
આ સ્ટોરી રોય અને રોયની છે. આ બંને જોડિયા (જુડવા) છે તેમજ જોય અને જોયસ, આ બંને પણ જોડિયા છે. કોઈ આ ચાર બાળકોને અનાથાશ્રમમાં છોડી દે છે અને અનાથાશ્રમના કેર ટેકર અને ડૉ. મુરલી શર્મા આ બાળકોને બે અલગ-અલગ પરિવારોને આપે છે. આ પછી જ્યારે આ બાળકો મોટા થાય છે ત્યારે મૂંઝવણ અને રેર કોમેડી શરૂ થાય છે. જો કે આગળ શું થશે તે આ ફિલ્મ જોઈને જ ખબર પડશે. જો તમે આ રિવ્યૂ વાંચ્યા પછી પણ ફિલ્મ જોવાની હિંમત કરી તો. આ ફિલ્મમાં એક રોય એટલે કે રણવીર સિંહને વીજ કરંટ લાગતો નથી અને બીજાને વીજ કરંટ લાગે છે અને દર્શકોને પણ લાગે છે કે આવી નબળી ફિલ્મ. ફિલ્મનું લેખન ખૂબ જ ખરાબ છે. સંવાદોમાં બિલકુલ શક્તિ નથી. એકાદ-બે સીન જ હશે જેમાં તમે થોડું હસવાનું આવશે. બાકી કોઈ જગ્યાએ તમને હસવાનું આવશે નહી. આ ફિલ્મ જોઈને એવું નથી લાગતું કે આ રોહિત શેટ્ટીની ફિલ્મ છે. સમજાતું નથી કે રોહિત શેટ્ટીએ આ ફિલ્મ શા માટે બનાવી?