અમુક લોકોને ચેપ ન લાગવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે. અહીં તેમાંથી કેટલાક કારણો અંગે જાણકારી આપવામાં આવી છે.
કોરોના મહામારીએ ફેલાવેલી અફરાતફરીથી કોઈ અજાણ નથી. દરેક વ્યક્તિને એક કે બીજી રીતે કોરોના મહામારી (Corona epidemic)નો પરચો મળી જ ચુક્યો છે. પણ આજે પણ કેટલાક લોકો એવા છે, જેને અત્યાર સુધી એકપણ વખત કોરોના વાયરસ (coronavirus)નો ચેપ લાગ્યો નથી. ઘણા લોકો કોરોનાથી બચવા માસ્ક પહેરવા કે, સોશિયલ ડિસ્ટન્સ (Social distance) જાળવવા સહિતની તકેદારીઓ રાખતા નથી, છતાં પણ તેઓ હજી સુધી કોરોનાથી બચી ગયા છે. આવી સ્થિતિમાં અમુક લોકો શા માટે કોરોનાથી સંક્રમિત થયા નથી? (Why are some people not infected with Corona?) તે સવાલ ઘણાના મનમાં હશે.
હોસ્ટ કે કેરિયરનો અભાવ
વાયરસના ફેલાવા માટે કેરિયર એટલે કે વાયરસના વાહનકર્તા અથવા હોસ્ટની જરૂર હોય છે અને જો વાયરસ આ કેરિયર કે હોસ્ટના શરીરમાંથી બહાર નીકળી જાય તો વાયરસ નષ્ટ થઈ શકે છે. કોરોનાકાળમાં અનેક લોકો સંક્રમિત થયા હતા અને ઘણાના જીવ પણ ગયા હતા. પણ ઘણા લોકોના શરીરમાં જ વાયરસે દમ તોડી ધીધો હતો. જેની પાછળ વાયરસ માટે કેરિયર ન હોવાનું પણ કારણ હતું.
સંયોગ
વાયરસને ફેલાવા પાછળ સુપર સ્પ્રેડરનું ભૂમિકા બહોળી હતી. એવું બને કે, સંયોગના કારણે વ્યક્તિ હજી સુધી આવા સુપર સ્પ્રેડરના સંપર્કમાં ન આવ્યો હોય. સુપર સ્પ્રેડરથી બચી જવાના કારણે કોરોનાનો ચેપ ન લાગ્યો હોય.
રસીકરણ
રસી શરીરમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે. જેના કારણે વાયરસ તમારા શરીરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે ત્યારે તમારું શરીર તેના પર હુમલો કરે છે. એન્ટિબોડીઝ તમારા શરીરમાં રોગને રોકે છે. જો કે, સમય જતાં ચેપને રોકવા માટે રસીની ક્ષમતામાં ઘટાડો થાય છે. જેથી મહામારીમાં માત્ર એક રસી સમગ્ર તમારું રક્ષણ કરવા માટે સક્ષમ ન પણ હોય. પરંતુ કદાચ કેટલાક લોકોમાં વેક્સિન એટલી અસરકારક હતી કે, તેમને એક પણ વાર ચેપ લાગ્યો નથી
રોગપ્રતિકારકશક્તિ
કેટલાક લોકો કોવિડના સંપર્કમાં આવે તો પણ ચેપ લાગતો નથી. આવું જન્મજાત રોગપ્રતિકારક શક્તિને કારણે થાય છે. જન્મજાત રોગપ્રતિકારક શક્તિને આપણા શરીરની પ્રથમ હરોળની રોગપ્રતિકારક શક્તિ કહેવાય છે. દરેક વ્યક્તિની શક્તિ જુદી જુદી હોય છે. જેથી જો તમારી જન્મજાત રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો હજી સુધી તમને ચેપ લાગ્યો નહીં હોય.
ચેપ લાગ્યો હોય પણ…
ઘણા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવા છતાં તેમનામાં લક્ષણો જોવા મળતા નથી. આવી ઘણા કિસ્સામાં સામે આવી ચુક્યા છે. જેથી કદાચ ચેપ લાગ્યો હોય તો પણ વ્યક્તિ અજાણ હોય છે. જેના કારણે તેમણે ટેસ્ટ પણ કરાવ્યો હોતો નથી. અલબત્ત, જો તમને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનો ખ્યાલ ન હોય તો તમે સુપર સ્પ્રેડર બની જાવ છો.