- 7 મીનિટ વુમન સિક્યોરિટી ઉપર નરેન્દ્ર મોદીએ કરી ચર્ચા
- શહેરના ગીતા પાર્કના અર્ચના શાહ સાયબર સિક્યોરિટી ઉપર રિસર્ચ કરી રહ્યા છે
- વુમન સ્ટાર્ટઅપ અને સાયબર સિક્યોરિટી ઉપર યુનિસેફ તેમજ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે MOU કર્યું છે
આજે વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન અને લોકાર્પણ હતું, કેવું લાગે જ્યારે તમારી બાજુમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠા હોય અને દેશમાં વુમન સાયબર સિક્યોરિટીને સશક્ત કરવા તમારો અભિપ્રાય જાતે વડાપ્રધાન માંગે.
આ ગૌરવ અને મોદી સાથે વાત કરવાનો મોકો ભરૂચની પુત્રવધુ અર્ચના ચિંતન શાહને આજે મળ્યો હતો. તેઓ અમદાવાદ KCG (Knowledge Consortium Of Gujarat) માં OSD (Officer on Special Duty) છે. અને હાલ તેઓ મોડાસા GECમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે ઉપરાંત સાયબર સિક્યોરિટી ઉપર રિસર્ચ સાથે PHD કરી રહ્યા છે.
હાલમાં જ ગુજરાત સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને યુનિસેફ સાથે ભરૂચની પુત્રવધુ અર્ચના શાહ તેમજ તેમની ટીમના MOU થયા છે. જે અંતર્ગત તેઓ વુમન પાવર, સ્ટાર્ટ અપ, સાયબર સિક્યોરિટી ઉપર વર્કશોપ યોજશે.
આજે વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી ભરૂચની પુત્રવધુ અર્ચના અમદાવાદ સુધી પ્રધાનમંત્રીના સહયાત્રી બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો પરિચય મેળવ્યા બાદ. પ્રશ્ન પૂછ્યો હતો કે વુમન સિક્યોરિટી ઉપર દેશમાં શુ કરી શકાય.
નરેન્દ્ર મોદી સાથે 7 મિનિટ ટ્રેનમાં ચાલેલા વાર્તાલાપમાં અર્ચના શાહે પોતાના વિચારો તેમજ અનુભવો વુમન સાયબર સિક્યોરિટી ઉપર રજૂ કરી મહિલાઓને તેમાં ફસાતા કઈ રીતે રોકી શકાયનો ચિતાર આપ્યો હતો. જેને સાંભળી પ્રધાનમંત્રી પ્રભાવિત થયા હતા તો ભરૂચની પુત્રવધુએ નરેન્દ્ર મોદી સાથે પોતાની રિચર્ચ, પ્રોજેકટ અને સ્ટડીને લઈ મળેલા મોકા અને વાતચીતને જિંદગીની અવિસ્મરણીય ક્ષણો ગણાવી હતી.