- બે મહિલાના મોત
વડોદરાના વાસણા રોડ સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ દેવનગર સોસાયટીમાં મકાન નંબર 106માં આજરોજ સવારના સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે મકાનનો ભાગ ધડાકાભેર ધરાશાયી થઇ ગયો હતો. તેમજ આસપાસના મકાનોને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. લોકોએ ફાયર ટેન્ડરની ટીમને જાણ કરી હતી. ફાયર સ્ટેશનના લાશકરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવની કામગીરી હાથ ધરી હતી.
ઘટનામાં બે મહિલાઓના મોત નીપજ્યા હતા. આઠથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને ૧૦૮ સેવાની મદદ વડે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મકાન નંબર 106માં થયેલ બ્લાસ્ટને પગલે મકાન નંબર 107,927,104,123,100,101,102,103,128 માં નુકસાન થવા પામ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
મૃત્યુ પામેલાઓની યાદી :
- શંકુતલાબહેન વિજયાભાઇ જૈન
- લીલાબહેન અંબાલાલ ચૌહાણ
ઈજાગ્રસ્તોની યાદી :
- જયેશ જૈન ઉ.45
- ધ્રુવેશ જૈન ઉ.12
- રોહિત જાદવ
- દિપક ચૌહાણ ઉ.20
- જાલમસિંહ પઢિયાર ઉ.36
- ભાવનાબેન ગોહિલ
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)