Home Election 2022 Gujarat election 2022: ભાજપનો ગઢ અંકલેશ્વર બેઠકને કોંગ્રેસ આંચકી શકશે?

Gujarat election 2022: ભાજપનો ગઢ અંકલેશ્વર બેઠકને કોંગ્રેસ આંચકી શકશે?

0

Published by : Rana Kajal

અંકલેશ્વર દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે. આ શહેર મુંબઇથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે. આ સાથે જ ગુજરાતની 182 વિધાનસભા સીટો પૈકી અંકલેશ્વર 154 નંબરની વિધાનસભા બેઠક છે.ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીનો માહોલ અત્યારથી જામવા લાગ્યો છે. જેમાં ભાજપ અને આપ દ્વારા જનસંપર્ક શરૂ કરાયો છે, તો હજુ કોંગ્રેસ માટે ચૂંટણીનો તખ્તો ઘડાયો હોય તેવું લાગી રહ્યું નથી. ગુજરાત વિધાનસભાનો જંગ જીતવા માટે ભાજપે જન આશીર્વાદ યાત્રા શરૂ કરી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ગામે ગામ જનસંપર્ક શરૂ કર્યો છે. સામે કોંગ્રેસ પ્રભારી, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષી નેતાની નવી નિમણુકો થઇ શકી નથી.

અંકલેશ્વર વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા

ભરુચ જીલ્લાની યાદી અનુસાર અંકલેશ્વર વિધાનસભા સીટ પર કુલ 250285  મતદારો છે. જેમાં 130560 પુરુષ મતદારો, 119702  મહિલા મતદારો અને 23 અન્ય મતદારનો સમાવેશ થાય છે.

અંકલેશ્વર બેઠકના રાજકીય સમીકરણ

2012ની વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ગત વખતે કોંગ્રેસના મગનભાઈ બાલુભાઈ પટેલને હરાવીને આ બેઠક કબજે કરી હતી. આ દરમિયાન ઈશ્વરસિંહને 82645 મત મળ્યા હતા અને માત્ર 51202 મતદારોએ કોંગ્રેસના મગનભાઈ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ લગભગ 20 હજાર મતોથી જીત્યા હતા.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો વિજય થયો અને કોંગ્રેસના અનિલકુમાર છીતુભાઈ ભગતની હાર થઈ હતી. AAPએ ક્ષેત્રપાલ દુર્ગાપ્રસાદને ટિકિટ આપી, બસપાએ ચતનભાઈ કાનજીભાઈને ટિકિટ આપી હતી.

આ સીટ પર 1990થી ભાજપનો કબજો છે અને ઈશ્વર સિંહ છેલ્લા ત્રણ વખતથી આ સીટ પરથી ધારાસભ્ય છે. આ વખતે પણ ભાજપે ઈશ્વરસિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2012, 2007, 2002માં ઇશ્વરસિંહ, 1998માં આયંતભાઇ જીણાભાઇ પટેલ, 1995માં રતનજીભાઇ બાલુભાઇ પટેલ જીત્યા હતા. અહીં કોંગ્રેસે છેલ્લી વખત 1985માં જીતનો સ્વાદ ચાખ્યો હતો.

અંકલેશ્વર વિધાનસભા બેઠક પર મતદારોના સમીકરણ

વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
2017ઈશ્વર પટેલBJP
2012ઈશ્વર પટેલBJP

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version