Home News Update My Gujarat અલિયાબેટના 217 મતદારો માટે સુવિધાઓથી સજ્જ અલાયદું મતદાનમથક….

અલિયાબેટના 217 મતદારો માટે સુવિધાઓથી સજ્જ અલાયદું મતદાનમથક….

0

આઝાદીનાં 75 વર્ષ બાદ વાગરા તાલુકામાં સમાવિષ્ટ આલિયાબેટના કબીલાવાસીઓ પ્રથમ વખત આલિયાબેટ ખાતે વિધાનસભા માટે મતદાન કરશે. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હંગામી મતદાન મથક ઊભું કરાયું હતું. 600 લોકોની વસતિ ધરાવતા ટાપુના લોકોને મતદાન માટે પહેલા બસમાં 82 કિ.મી. દૂર જવું પડતું હતું.

અલિયાબેટમાં પ્રથમ વખત મતદાન મથક મળશે

ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. જ્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઈ છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે પહેલા તબક્કામાં મતદાન યોજાવાનું છે. ગુજરાતના ભરૂચ નજીક આલિયાબેટ ટાપુ આવેલો છે. આ બેટ પર જટ જાતિના લોકો પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. જોકે બેટ પર એકપણ સરકારી મકાન ન હોવાથી આ વર્ષે ચૂંટણી કમિશન દ્વારા તેમના માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરવામાં આવશે.

આ વર્ષે 212 મતદાર પોતાનો વોટ આપશે

ભરૂચના આલિયાબેટના 212 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરવામાં આવશે. પહેલાં અહીંના લોકોને મતદાન માટે 82 કિ.મી. દૂર જવું પડતું હતું. વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પંચ દ્વારા પ્રથમ વખત અહીં મતદાન મથક બનાવ્યું હતું. એ સમયે મતદાન મથકમાં 204 મતદારે વોટ આપ્યો હતો. આ પોલિંગ બૂથ એક સ્કૂલના શેડમાં બનાવવામાં આવ્યું હતું. અહીં લગભગ 600 લોકોની વસતિ છે.

છેવાડાની વ્યક્તિને પણ મતાધિકાર મળે એનો ખ્યાલ રખાયો

ગુજરાતમાં એકમાત્ર ભરૂચના આલિયાબેટમાં શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાશે. અલાયદા મતદાન મથકના નિર્માણનું શ્રેય ભરૂચ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી તુષાર સુમેરાને જાય છે. ભરૂચ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે બેટ ઉપર એકપણ પાકું સ્ટ્રક્ચર નથી. અહીંના અલાયદા મતદાન મથકમાં રહેવા, શૌચાલય અને ગરમી-ઠંડીથી સલામતીની તમામ વ્યવસ્થા રહેશે. છેવાડાની વ્યક્તિને પણ મતાધિકાર મળે એનો ખ્યાલ રાખવા પ્રયત્ન કરાયો છે.

અહીંના લોકો દૂધ વેચી પરત ફરતી વખતે કેનમાં પાણી ભરી લાવે છે

આલિયા બેટના લોકો પશુપાલનનો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ પાસે મોટી સંખ્યામાં ગાય, ભેંસ અને ઊંટ છે. બોટમાં ભરૂચ અને હાંસોટના કિનારે પહોંચી સ્થાનિક ગામોમાં દૂધનો વ્યવસાય કરે છે. જેઓ વીજળી માટે સોલર લાઈટ પર નિર્ભર છે. દૂધ આપવા જતા લોકો પરત કેનમાં પીવાનું પાણી ભરી લાવે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version