Home News Update Nation Update IAS ઓફિસરોના પત્ની અને સગા સંબંધીઓ પાસે પણ… પૈસો જ પૈસો… પ્રજાના...

IAS ઓફિસરોના પત્ની અને સગા સંબંધીઓ પાસે પણ… પૈસો જ પૈસો… પ્રજાના પૈસે તાગડધિન્ના…

0

Published by : Rana Kajal

  • IAS ઓફિસરની કરોડપતિ પત્ની આઈલેન્ડ પર પ્લોટ અને ૧૫ કરોડની એફડી,EDની રેડમાં ધડાકો. .. હજી પણ ધડાકા થવાની શક્યતાઓ…

કેટલાક IAS અઘિકારીઓ ના પત્ની અને સગા સંબંધીઓ ના નામે બે નબરની મિલ્કતો હોય છે જેની સામે હવે ID અને અન્ય વિભાગોએ લાલઆંખ કરી રેડ પાડતા બેનામી સંપત્તિ જપ્ત થવાની કાર્યવાહીઓ શરૂ થઈ જતાં હડકંપ મચી ગયો છે…

IAS સંજીવ જયસ્વાલ ની તપાસ કરતી ઈડીની ટીમને ૧૫૦ કરોડ રુપિયાથી વધુ કિંમતની ૫૦ સંપતિઓના દસ્તાવેજ મળ્યા છે. આ પ્રોપર્ટી સિવાય ૧૫ કરોડ રુપિયાનું કેટલીક જગ્યાએ રોકાણ મળ્યું છે. ઈડીએ આરોપીના ત્યાંથી કેટલીક એફડી અને રુપિયા ૨.૪૬ કરોડ રુપિયાની કિંમતના દાગીના પણ કબજે કર્યા છે.

આ સિવાય ઈડીએ રુપિયા ૬૮.૬૫ લાખની કેજ પણ કબજે કરી છે. ગુરુવારે ઈડીની ટીમે ભાયખલામાં બીએમસીના સેન્ટ્ર પરચેઝ ડિપાર્ટમેન્ટની મુલાકાત પણ લીધી હતી, જેથી કોવિડ દરમિયાન આ મામલે થયેલી ખરીદીની તપાસ કરી શકાય. ઈડીએ સંજય રાઉતના નજીકના સુજીત પાટકરની પાર્ટનરશિપ ફર્મ લાઈફલાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસીસ દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટના દસ્તાવેજાેની પણ તપાસ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે, સીપીડીના માધ્યમથી બીએમસીના સ્વાસ્થ્ય વિભાગ સંબંધિત તમામ ખર્ચા થાય છે.

કોવિડ દરમિયાન આ વિભાગના માધ્યમથી ચિકિત્સા ઉપકરણો ખરીદવામાં આવ્યા હતા. ઈડીએ ગુરુવારે આઈએએસ અધિકારી સંજીવ જયસ્વાલને પૂછપરછ માટે સમન્સ પણ પાઠવ્યું હતું, પરંતુ તેઓ હાજર રહ્યા નહોતા. તેઓ કોરોનાકાળ દરમિયાન બીએમસીમાં એડિશનલ કમિશ્નર પણ હતા. ઈડીએ સંજીવ જયસ્વાલના ઘરે દરોડા પાડ્યા ત્યારે જાણવા મળ્યું કે, તેમની પત્ની અને તેમની પાસે ૨૪ સંપતિઓ છે.

આઈએએસની પત્ની નામ પર મધ દ્વીપ પર અડધા એકરનો પ્લોટ છે. આ સિવાય કેટલાંક ફ્લેટ તેમના નામે હોવાનું પણ સામે આવ્યું છે. પ્રોપર્ટીની અંદાજિત કિંમત રુપિયા ૩૪ કરોડ આંકવામાં આવી છે. આ સિવાય ઈડીને ઓફિસરની પત્નીના નામે રુપિયા ૧૫ કરોડની એફડી પણ મળી આવી છે.

ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે, સંજીવ જયસ્વાલે પોતાની સંપતિ કુલ રુપિયા ૩૪ કરોડની હોવાનો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે, એફડી સહિતની મોટાભાગની સંપતિ તેમની પત્નીને તેમના પિતા કે જેઓ એક સેવાનિવૃત આઈઆરએસ અધિકારી છે, મા અને દાદા-દાદીએ ગિફ્ટમાં આપી હતી. મહત્વનું છે કે, સંજીય જયસ્વાલ ઈડી સામે પૂછપરછ માટે હાજર રહ્યા નહોતા. એ પછી તેઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. હાલ તો આ મામલે ઈડી તપાસ કરી રહી છે અને શંકા છે કે, સંજીવ જયસ્વાલની સંપતિઓની કુલ કિંમત ૧૦૦ કરોડથી પણ વધારે છે….

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version