ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી વન ડે સિરીઝ બાદ 2 ટેસ્ટ મેચ પણ રમાવાની છે. આ સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. તેમણે આ સિરીઝ માટે ઈજાગ્રસ્ત સીનિયર ઝડપી બોલર મોહમ્મદ શમીના સ્થાને એક એવા ખેલાડીને સામેલ કર્યા છે જેમણે ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 12 વર્ષ પહેલા રમી હતી.
વિજય હજારે ટ્રોફીમાં કહેર મચાવ્યો
ટીમ ઈન્ડિયાના સીનિયર ઝડપી બોલર મોહમ્મદ શમી ખભામાં ઈજાના કારણે વનડે સિરીઝ બાદ હવે ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર થઈ ગયા છે. ટેસ્ટ ટીમમાં તેમના બદલે 31 વર્ષીય ઝડપી બોલર જયદેવ ઉનડકટને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2010માં રમી હતી.
31 વર્ષના ડાબા હાથના ઝડપી બોલરે જયદેવ ઉનડકટ પોતાની એકમાત્ર ટેસ્ટ 2010માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ સેન્ચુરિયનમાં રમ્યા હતા. ત્યારથી તેમણે સાત વન ડે અને 10 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેઓ તાજેતરમાં જ સમાપ્ત થયેલી વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલર હતા. જેમાં 10 મેચમાં 19 વિકેટ લીધી હતી. તેમને આ શાનદાર રમત બાદ જ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે.
જયદેવ ઉનડકટ ભારતીય ઘરેલૂ ક્રિકેટમાં સૌથી સફળ ઝડપી બોલર્સમાંના એક છે. જયદેવ ઉનડકટે પોતાના 96 મેચના કરિયરમાં 353 વિકેટ લીધી છે જેમાં રણજી ટ્રોફીનો રેકોર્ડ તોડી 2019-20 સિઝન પણ સામેલ છે. જેમાં તેમણે 67 વિકેટ પોતાના નામે કર્યા હતા. તેમની આ શાનદાર રમત બાદ જ સૌરાષ્ટ્રની ટીમ પહેલીવાર રણજી ટ્રોફીની ચેમ્પિયન બની હતી.
બાંગ્લાદેશ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા, કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકરુ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.