Published by : Rana Kajal
પ્રથમ વખત 6 મહિલાઓએ ડિફેન્સ સર્વિસની પરીક્ષા પાસ કરી છે. તેમની સફળતાનો દર પુરુષો કરતાં વધુ છે. અત્યાર સુધી આર્મીમાં માત્ર પુરુષો જ આ પરીક્ષા આપતા હતા. આ પરીક્ષામાં કુલ 260 બેઠકો હતી. આ માટે લગભગ 1500 પુરૂષ અધિકારીઓએ અરજી કરી હતી. જ્યારે 15 મહિલાઓએ ફોર્મ ભર્યા હતા. 15માંથી 6 મહિલાઓ સફળ રહી હતી, જેઓ કોર્સમાં જોડાશે. બાકીની બેઠકો પર પુરુષો જોડાશે.
મહિલાઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ કંઈ પણ કરી શકે છે. તેઓ આપણી સેનાના મજબૂત આધારસ્તંભ છે. ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાઓએ પરીક્ષા આપી હતી જેમાં અત્યાર સુધી માત્ર પુરૂષ અધિકારીઓ સામેલ હતા. ભારતીય સેનાની તે પરીક્ષામાં પણ 6 મહિલાઓ સફળ રહી હતી. એટલું જ નહીં, આ મહિલાઓની સફળતાની ટકાવારી પુરૂષો કરતા ઘણી વધારે હતી. તેઆમાંથી એક મહિલા અધિકારીએ તેના પતિ સાથે ડિફેન્સ સર્વિસ કોલેજ સ્ટાફની પરીક્ષા પાસ કરી છે. બંને સેનામાં ઓફિસર છે. જ્યારે અન્ય બે મહિલાઓ મિલિટરી ઈન્ટેલિજન્સ કોર્પ્સની છે.