Published by : Rana Kajal
ભરૂચ એ ડીવીઝન પોલીસે રોટરી ક્લબની પાસે ઈંડાની લારી નજીક આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમતા બે સટ્ટોડિયાઓને ૬૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જયારે અન્ય આઠને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે રોટરી ક્લબની પાસે ઈંડાની લારી નજીક મનોજ ઉર્ફે શૈયલો કાંતિ જગતાપ અને નિકુંજ કાંતિ માછી હાલમાં રમાઈ રહેલ આઈપીએલ મેચ ઉપર પંજાબ કિંગ ઈલેવન અને લખનોઉં સુપર જાઈન્ટ વચ્ચે રમાઈ રહેલ મેચ પર આઈપીએલ ડબ્બુ ગ્રુપ બનાવી સટ્ટો રમાડે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૬૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોબાઈલ વોટ્સએપમાં ઓનલાઇન સટ્ટો રમાડતા કાલી તલાવડી સ્થિત ગેલાની કુવા પાસે રહેતો મનોજ જગતાપ અને નિકુંજ માછીને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય આઠ સટ્ટોડિયાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.