Published By : Parul Patel
ઓલિમ્પિક જેવલિન ચેમ્પિયન નીરજ ચોપરાએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને પોતાનો ટેકો આપ્યો અને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ પાસેથી “ઝડપી કાર્યવાહી” કરવાની હાકલ કરી.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ પીટી ઉષાએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા સામે તેમની ફરિયાદો નોંધાવવા માટે તેના એથ્લેટ્સ કમિશનનો સંપર્ક કરવાને બદલે તેમનો વિરોધ ફરી શરૂ કરવા માટે રસ્તાઓ પર ઉતરવા બદલ કુસ્તીબાજો પર રોષ કર્યો એ જાણીને નીરજ ચોપરાએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે,
“અમારા રમતવીરોને ન્યાયની માગણી કરતા રસ્તાઓ પર જોઈને મને દુઃખ થાય છે. તેઓએ આપણા મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા અને આપણને ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે, અમે દરેક વ્યક્તિ, રમતવીર દેશ અખંડિતતા અને ગૌરવની સુરક્ષા માટે જવાબદાર છીએ. જે થઈ રહ્યું છે તે ક્યારેય ન થવું જોઈએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તેનો નિષ્પક્ષ અને પારદર્શક રીતે નિકાલ થવો જોઈએ. ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓએ ઝડપી પગલાં લેવા જોઈએ.”
નીરજ ચોપરા, હાલમાં તુર્કીના અંતાલ્યામાં તાલીમ લઈ રહ્યા છે અને 6 મેના રોજ દોહા ડાયમંડ લીગમાં તેની સીઝન-ઓપનિંગ ઈવેન્ટ ધરાવે છે, તેણે આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો ત્યારથી સોશિયલ મીડિયા પર તેમને પ્રશંસા મળી રહી છે.