ગુજરાત વિધાનસભાની ચૂંટણી એકાદ મહિનામાં જાહેર થવાની છે ત્યારે વડોદરાના સાવલીના રાજકારણમાં અત્યારથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે. દશેરા પર કેતન ઇનામદાર સમર્થિત જૂથ દ્વારા શસ્ત્રપૂજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સામે કરણી સેનાના મહેન્દ્ર સિંહે આક્ષેપ કરતા કહ્યું છે કે કેતન ઇનામદાર દ્વારા જાહેરમાં સમૂહ લગ્ન થયા તે કંપનીઓના પૈસે થયા. એ કંપનીઓના હપ્તા હતા અને કંપનીઓને છોકરીઓના આશિર્વાદ મળશે. એમને નહીં. હજુ તો બહું બધા કેસો બાકી છે, હજુ તો પેલો ડ્રગ્સનો પોપડો ખુલવાનો છે, ડ્રગ્સનો પોપડો ખુલવા દો પછી જુઓ. આ અંગેના આક્ષેપનો તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાતના પ્રવક્તા મહેન્દ્ર સિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી કહ્યું છે કે, સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા શસ્ત્રપુજનનો જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તેમાં અમુક અમારા ક્ષત્રિય ભાઇઓ છે. હવે બે-કે ત્રણ મહિના છે. દૂધ કા દૂધ, પાની કા પાની હો જાયેગા. કેતનભાઇ તરફથી ઘણા બધા ક્ષત્રિય ભાઇઓને તરફથી રેતી ખનન સહિતના ઘણા બધા ધંધા મળે છે. તમે એમના ઘરે ફોટા મુકીને પુજા કરો પણ સમગ્ર સમાજની વચ્ચે ના લાવો. આ ક્ષત્રિય એકતા જે આખું ભારત કરી રહ્યું છે તેમાં તમારાથી સહયોગ ન અપાય તો સાઇડમાં ચૂપ બેસી જાવ. ક્ષત્રિયોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.