Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalOperation Dost: રાતોરાત 140 પાસપોર્ટ તૈયાર કરાયા, કેટલાય દિવસો સુધી નાહવાનું બંધ;...

Operation Dost: રાતોરાત 140 પાસપોર્ટ તૈયાર કરાયા, કેટલાય દિવસો સુધી નાહવાનું બંધ; તુર્કીની મદદે ગયેલી ભારતીય ટીમ સામે આ હતા પડકારો…

Published by : Vanshika Gor

તુર્કી અને સિરીયામાં થોડા દિવસો પહેલા ભૂકંપે હાહાકાર મચાવ્યો હતો. દેશમાં ભારે જાનહાની થઈ છે. હજારો લોકો કાટમાળ નીચે દટાયેલા હતા. તુર્કીની આવી સ્થિતિ જોતા ભારતે પોતાની NDRFની એક ટૂકડી તૂર્કી મદદ માટે મોકલી હતી. આ ટીમે ઘણા બધા લોકોના જીવ બચાવ્યાં હતાં. ટીમ પરત ભારત આવી ચૂકી છે અને તેમને તુર્કીમાં કેવા પડકારોનો સામનો કર્યો તે તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ મિશનને ‘ઓપરેશન દોસ્ત‘ (Operation Dost) નામ આપવામાં આવ્યું હતું.

‘કાશ અમે વધુ જીવ બચાવી શક્યા હોત’- બચાવ કર્મચારી
આ ઝુંબેશ માટે, અધિકારીઓએ રાતોરાત 140થી વધુ પાસપોર્ટ તૈયાર કરવા માટે સેંકડો કાગળોની પ્રક્રિયા કરવી પડી હતી. તે જ સમયે, બચાવકર્મીઓ 10 દિવસ સુધી નાહી પણ નહોતા શક્યાં. આ મુશ્કેલ મિશનમાંથી પાછા ફર્યા પછી પણ, આપત્તિ કર્મચારીઓનું કહેવું હતું કે “કાશ અમે વધુ જીવ બચાવી શક્યા હોત”.

તુર્કીમાં હજારો લોકોની મદદ કરી
આ કર્મચારીઓને તુર્કીમાં રાહત કામગીરી દરમિયાન પીડિત અને તેમના પરિવારજનો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. આવા જ એક તુર્કી નાગરિક અહેમદ, જેઓ પોતાની પત્ની અને ત્રણ બાળકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા હતા, તેમણે ડેપ્યુટી કમાન્ડન્ટ દીપકને શાકાહારી ખોરાક મેળવવામાં મદદ કરી. દીપકે કહ્યું, “તેમને જે શાકાહારી વસ્તુઓ મળી તે સફરજન અથવા ટામેટાં જેવી હતી. તેઓએ તેના પર મીઠું, સ્થાનિક મસાલા ઉમેરીને સ્વાદ વધારવાનો પ્રયાસ કર્યો.

છ કલાકમાં હોસ્પિટલ તૈયાર
ભારતીય સૈનાના પ્રમુખ મનોજ પાંડેએ જણાવ્યું કે, માત્ર છ કલાકમાં જ શોર્ટ નોટિસમાં તુર્કીમાં 30 બેડની હોસ્પિટલ તૈયાર કરી દીધી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ફિલ્ડ હોસ્પિટલ 14 દિવસ સુધી કામ કર્યું હતું. જેમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની ટીમ તહેનાત કરાઈ હતી. સૈન્ય પ્રમુખે ભારતીય સેનાની મેડિકલ ટીમ 60 પેરા ફિલ્ડને સન્માનિત કરી છે. આ ટીમ તુર્કીમાં સહાયતા કરીને પાછી આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security