Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation UpdatePM મોદીની રિસાઈકલ પ્લાસ્ટિક બોટલથી બનેલી જેકેટ બની ચર્ચાનો વિષય…

PM મોદીની રિસાઈકલ પ્લાસ્ટિક બોટલથી બનેલી જેકેટ બની ચર્ચાનો વિષય…

Published by : Anu Shukla

  • પીએમ મોદીની વેશભૂષા હંમેશા ચર્ચામાં રહે છે
  • પીએમ મોદીએ જ ઈન્ડિયન ઓઈલ દ્વારા તૈયાર કરાયેલા અનબોટલ્ડ પહેલ હેઠળ યુનિફોર્મ પણ લોન્ચ કર્યું હતું.

પીએમ મોદીની વેશભૂષા હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે પીએમ મોદીની જેકેટ ચર્ચામાં રહી છે. જોકે ખાસ વાત તો એ છે કે આ જેકેટ રિસાઈકલ કરેલી પ્લાસ્ટિકની બોટલથી તૈયાર કરાઈ હતી. પીએમ મોદી બુધવારે બજેટ સત્ર દરમિયાન આ જેકેટ પહેરીને સંસદમાં પહોંચ્યા હતા.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ભેટ કરાઈ હતી

બુધવારે સંસદમાં પીએમ મોદી જે જેકેટ પહેરીને આવ્યા હતા તે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી તેમને ભેટ કરવામાં આવી હતી. પીએમ મોદીએ સોમવારે જ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં ભારત ઊર્જા સમારોહનું ઉદઘાટન કર્યું હતું. તે દરમિયાન તેમણે ઈન્ડિયન ઓઈલ દ્વારા તૈયાર કરાયેલા અનબોટલ્ડ પહેલ હેઠળ યુનિફોર્મ પણ લોન્ચ કર્યું હતું.

એક યુનિફોર્મ તૈયાર કરવા પ્લાસ્ટિકની 28 બોટલોનો ઉપયોગ થાય છે

ઈન્ડિયન ઓઈલે રિટેલ કસ્ટમર અટેન્ડેન્ટ્સ અને એલપીજીની ડિલીવરી કરનારા કર્મચારીઓ માટે આ પ્રકારની યુનિફોર્મ અપનાવવાનો નિર્ણય કર્યો છે. એક યુનિફોર્મ તૈયાર કરવા માટે પ્લાસ્ટિકની 28 બોટલોનો ઉપયોગ થશે. ઈન્ડિયન ઓઈલ આ પહેલને અનબોટલ્ડ રિસાઇકલ પોલિયેસ્ટરથી બનેલા મર્ચેન્ડાઈઝ માટે લોન્ચ કરાયેલા સસ્ટેનેબલ ગારમેન્ટ્સ માટે એક બ્રાન્ડના માધ્યમથી આગળ લઈ જશે. આ બ્રાન્ડ હેઠળ ઈન્ડિયન ઓઈલ સૈન્ય માટે બિન-લડાકૂ યુનિફોર્મ, સંસ્થાનો માટે યુનિફોર્મ અને રિટેલ ગ્રાહકો માટે પણ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!