Published by : Rana Kajal
પીએમ મોદીએ આજે બેંગ્લુરુમાં એરો ઈન્ડિયા મેગા શૉનું એરફોર્સના મથક યેલહંકા પર ઉદ્ઘાટનકર્યું. 5 દિવસ સુધી ચાલનારા આ શૉમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.(એચએએલ) ની આગામી પેઢીના સુપરસોનિક યુદ્ધક ટ્રેઈની વિમાન તેની તાકાત બતાવશે. એરો ઈન્ડિયા શૉમાં પહેલીવાર એચએલએફટી-42ને ઉતારાશે.

આ મામલે એચએએલએ જણાવ્યું કે આ અત્યાધુનિક વિમાન વર્તમાન સમયના યુદ્ધના માહોલ માટે ખૂબ જ ઉપયોગી અને ઈલેક્ટ્રોનિક તથા ઈન્ફ્રારેડ ઈન્વેસ્ટિગેશન વાયર કન્ટ્રોલ સિસ્ટમથી લેસ છે. આ એર શૉમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે કંપનીના ૧૫ હેલિકોપ્ટરોના માધ્યમથી આત્મનિર્ભર વિન્યાસનું પ્રદર્શન કરાશે. તેમાં અત્યાધુનિક હળવા હેલિકોપ્ટર પ્રચંડ, હળવા લડાકૂ હેલિકોપ્ટર અને હળવા ઉપયોગી હેલિકોપ્ટર સામેલ થશે. બેંગ્લુરુ સ્થિત અમેરિકી દૂતાવાસના ઈન્ચાર્જ અધિકારી એલિઝાબેથ જોન્સે કહ્યું કે આ મુખ્ય એર શૉના ઈતિહાસમાં તેમના દેશનું પ્રતિનિધિમંડળ અત્યાર સુધીનું સૌથી મોટું હશે.




