Home International US માં શિક્ષકો નો ઓછો પગાર… ના છૂટકે પાર્ટટાઇમ ડ્રાઇવર કે વેઇટર...

US માં શિક્ષકો નો ઓછો પગાર… ના છૂટકે પાર્ટટાઇમ ડ્રાઇવર કે વેઇટર ની જોબ કરવી પડે છે….

0
  • યુએસમાં આર્થિક કફોડી હાલત જણાઈ રહી છે. જેનું ઉદાહરણ જોતાં શિક્ષકોના ઓછા પગાર નાં પગલે શિક્ષકોએ પાર્ટ ટાઈમ ડ્રાઇવર કે વેઇટર ની જોબ કરવી પડે છે….

અમેરિકામાં શિક્ષકોને ઓછા પગારને કારણે ગુજરાન ચલાવવું ખુબજ પડકારજનક બન્યું છે. અનેક શિક્ષકોએ મજબૂરીમાં નોકરી છોડીને વધુ વેતન આપતી નોકરી શોધી રહ્યાં છે, જેથી ઘરનું ગુજરાન ચાલી શકે. પરિણામે, સ્કૂલોમાં શિક્ષકોની કારમી અછતને કારણે બાળકોના અભ્યાસ પર અસર થઇ રહી છે. શૈક્ષણિક ક્ષેત્રે અનેક વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષક એલિસન હાલે જણાવ્યુ કે હોટલ, સલૂન, સિક્યોરિટી જેવા ક્ષેત્રમાં કામ કરીને શિક્ષકો વધુ કમાણી કરી રહ્યાં છે.
શિક્ષકો પાર્ટ ટાઇમ જોબ કરવા માટે મજબૂર છે. તેઓ ભણાવવાની સાથે જ આઇસક્રીમ શૉપ, ગ્રોસરી ડિલીવરી, કેબ ડ્રાઇવર, વેઈટર જેવી પાર્ટ ટાઇમ જોબ કરે છે.

શિક્ષકો પાર્ટ ટાઇમ જોબ સહિત દરરોજ 10 કલાક કામ કરી રહ્યાં છે. વાસ્તવમાં, અમેરિકામાં એક દાયકાની તુલનામાં શિક્ષકોનો પગાર 10% ઘટ્યો છે. બાકીના શિક્ષકો પર બોજ વધ્યો છે. મળતી માહીતી મુજબ અડધાથી વધુ શિક્ષકો આ પ્રોફેશનમાંથી બહાર નીકળવા માટે અન્ય તક શોધી રહ્યાં છે. તેનું પરિણામ સ્કૂલમાં ભણતા બાળકો ભોગવી રહ્યા છે. સ્કૂલમાં તેમને ભણાવવા માટે શિક્ષકો નથી. બાળકો શિક્ષક વગરના ક્લાસની વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે. જૉકે નબળી શિક્ષણ વ્યવસ્થા માટે નેતાઓને જવાબદાર મનાય છે. કેમકે વર્ષોથી સ્કૂલને પર્યાપ્ત ફંડ અપાતું નથી.ઇન્ડિયાના પ્રાંતની જૂનિયર હાઇસ્કૂલમાં કાઉન્સેલર રહેલા એના સુટરે કહ્યું કે સાથી શિક્ષકોએ રાજીનામું આપતા તેમને સ્ટાફના અન્ય કામ કરવા પડે છે. તે પોતાની ક્ષમતાથી વધુ એટલેકે 4-5 ગણું વધુ કામ કરી રહી છે. જેની અસર અંગત જીવન પર પડી છે. અંતે રાજીનામું આપ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version