- ભારતની હરનાઝે પહેરાવ્યો તાજ….ભારતની દિવિતા ટોપ 5માં ન પહોંચી શકી
મિસ યુનિવર્સની સ્પર્ધાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ હતું ત્યારે USAની ગેબ્રિયલન મિસ યુનિવર્સ નો ખિતાબ જીતી ચૂકી છે. USA ની ગેબ્રીયલનને 71મી મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે. રનર-અપ વેનેઝુએલાની કન્ટેસ્ટન્ટ ડાયના સિલ્વા જાહેર કરવામાં આવી હતી. આ સ્પર્ધા અમેરિકાના ન્યુ ઓર્લીન્સ શહેરમાં યોજાઈ હતી. સ્પર્ધામાં 25 વર્ષની દિવિતા રાય ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. જે ટોપ 5માં પહોંચી શકી નહોતી. દિવિતા ઈવનિંગ ગાઉન રાઉન્ડથી બહાર થઈ ચૂકી હતી.

મિસ યુનિવર્સની સ્પર્ધામાંથી ભારતનુ પ્રતિનિધિત્વ કરતી દિવિતા રાય સ્પર્ધામાંથી બહાર થઇ ગઇ છે. અમેરિકાના ન્યુ ઓર્લીન્સ શહેરમાં 71મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઈ છે. 25 વર્ષની દિવિતા રાય આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તે ટોપ 5માં પહોંચી ન શકી. તે ઈવનિંગ ગાઉન રાઉન્ડથી બહાર થઈ ચૂકી છે. જૉકે કોસ્ચ્યુમ રાઉન્ડમાં દિવિતાએ ‘સોન ચિરૈયા’ તરીકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી 86 સુંદરીઓએ ભાગ લીધો છે. આ સુંદરીઓમાંથી એક મિસ યુનિવર્સ 2022નો ખિતાબ જીતશે.




