Home Technology WhatsAppમાં નવા ફિચર્સ અપડેટ…..સ્ટેટસ માટે એક મોટું અપડેટ આવ્યું….

WhatsAppમાં નવા ફિચર્સ અપડેટ…..સ્ટેટસ માટે એક મોટું અપડેટ આવ્યું….

0

વોટ્સએપે યુઝર એક્સપીરિયન્સને મજેદાર બનાવવા માટે ઘણા ફીચર્સ બહાર પાડ્યા છે. કંપનીએ સ્ટેટસ માટે એક મોટું અપડેટ પણ રજૂ કર્યું છે. બીટા વર્ઝન બાદ હવે આ ફીચર્સ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવી રહ્યા છે. નવા ફીચર્સ અંગે કંપનીએ કહ્યું છે કે યુઝર્સ માટે મિત્રો અને પરિવાર સાથે કનેક્ટ થવું સરળ અને વધુ સર્જનાત્મક હશે. આ સિવાય કંપનીએ જણાવ્યું છે કે પર્સનલ ચેટ્સ અને કોલ્સની જેમ વોટ્સએપ સ્ટેટસ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે સુરક્ષિત રહેશે.

આની મદદથી તમે કોઈપણ ચિંતા વગર સ્ટેટસને ખાનગી રીતે શેર કરી શકો છો. વોટ્સએપ સ્ટેટસ અંગે કહેવામાં આવ્યું છે કે આમાં તમે પ્રાઈવેટ ઓડિયન્સ સિલેક્ટ કરી શકો છો… તમારી પાસે પ્રાઈવસી સેટિંગ એડજસ્ટ કરવાનો વિકલ્પ હશે. હવે યુઝર વૉઇસ સ્ટેટસ પણ સેટ કરી શકે છે. તમે 30 સેકન્ડ સુધીનો ઓડિયો રેકોર્ડ કરી શકો છો અને તેને WhatsApp સ્ટેટસમાં અપડેટ કરી શકો છો.

આ સિવાય યુઝર્સને નવા સ્ટેટસ માટે પ્રોફાઇલ રિંગ પણ મળશે. જ્યારે કોઈ યુઝર સ્ટેટસ પોસ્ટ કરે છે, ત્યારે તમને તેના પ્રોફાઈલ પિક્ચરમાં રિંગ દેખાશે. સ્ટેટસ સેટ કરવાની સાથે લિંકનો પ્રીવ્યૂ પણ યુઝર્સને દેખાશે. વોટ્સએપે આ તમામ અપડેટ વૈશ્વિક સ્તરે જાહેર કર્યા છે. આવનારા સમયમાં તમામ યુઝર્સ તેને એક્સેસ કરી શકશે. એક રિપોર્ટ અનુસાર, કંપની ડોક્યુમેન્ટ શેરિંગમાં ઇન-એપ બેનર પર પણ કામ કરી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version