Published By : Parul Patel
અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલની ઓફિસનું કામ અભરાઈએ ચઢ્યું છે. એક વર્ષથી ઓફિસની કામગીરી ચાલી રહી છે. પરંતુ હાલ સુધી ઓફિસ તૈયાર નહીં થતાં આચાર્યો અને વાલીઓ શિક્ષણને લગતી રજૂઆત કરવા ચેરમેનને ક્યાં જાય તેવી બુમરાણ ઉઠી છે.
તેવામાં આજરોજ શિક્ષણ સમિતિના ચેરમેને હેર સલૂનમાં બેસી વહીવટ ચલાવી સહી કરતો વિડ્યો વાયરલ થયો છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે કે શું તેવા સવાલો ઉઠવા પામ્યા છે.