Published by : Rana Kajal
ભરૂચ જિલ્લામાં પણ સાયબર ક્રાઇમ વધ્યા.. દિન પ્રતિદિન દેશમાં સાયબર ક્રાઇમ રેટ ઝડપથી વધી રહ્યો છે. તેવામાં તાજેતરમાં એવું તારણ આવ્યું છે કે દેશમાં 39 ટકા ભારતીય પરિવારો ઓનલાઈન નાણાકીય છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનો દાવો કરી રહ્યા છે. તે સાથે ભરૂચ જિલ્લામાં પણ સાયબર ક્રાઇમના ગુનાઓ વધવા માંડ્યા છે. આ ગુનાઓમાં મોટે ભાગે લોન આપવાની લાલચ, તેમજ અન્ય પ્રલોભનોનો સમાવેશ થાય છે. જોકે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મોટા ભાગના બનાવો અંગે આરોપીઓને ઝડપી પાડવામાં સફળ થઈ છે. એટલું જ નહિ પરંતુ લોકોને આ બનાવોમાં નાણાં પાછા અપાવવામાં પણ પોલીસ સફળ સાબિત થઈ છે…. હાલમાં જે સર્વે કરવામાં આવ્યો છે. તેમાં એમ પણ જણાયું છે કે ભારતમાં 39 ટકા લોકો ઍક અથવા તો બીજી રીતે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. જે પૈકી 23 ટકા લોકો ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડમાં છેતરાયા છે. જ્યારે 13 ટકા લોકો વિવિઘ સાયબર ખરીદી અને વેચાણ કરવામાં છેતરપિંડીનો ભોગ બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે વિવિઘ જાહેરાતો દ્વારા લોકોને સાયબર ક્રાઇમના ઠગોથી બચવા મોટે પાયે જાહેરાતો કરવા છતાં તેમા ધારેલી સફળતા સાપડી નથી જેથી લોકો વધુને વધુ સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે.




