ચાહકો લાંબા સમયથી આતુરતાથી ‘ગદર 2’ની રીલિઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2023માં જ રીલિઝ થશે, પરંતુ તેની ફાઈનલ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ આતુરતા વચ્ચે હવે મેકર્સે ‘ગદર 2’માંથી સની દેઓલની પહેલી ઝલક બતાવી છે. જ્યારે સની દેઓલ હેન્ડપમ્પ ઉખાડતો જોવા મળ્યો હતો, ત્યારે આ વખતે ‘ગદર 2’માં તે બળદગાડાના પૈડાને હવામાં લહેરાવતો જોવા મળી રહ્યો છે.
‘ગદર 2’ની એક નાની ઝલકમાં સની દેઓલ તારા સિંહ બનીને બળદગાડાનું પૈડું હાથમાં લઈને દુશ્મનો સાથે લડતો જોવા મળે છે. ફર્સ્ટ લુક સામે આવતાની સાથે જ ચાહકોએ સોશિયલ મીડિયા પર #Gadar2 ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. એક ચાહકે લખ્યું, ‘સની પાજીનો ચાર્મ પાછો આવી ગયો છે.’ અન્ય એક ચાહકે ટિપ્પણી કરી, ‘વાહ, તારા સિંહ પાછા આવી ગયા છે. ગદર 2 નો ફર્સ્ટ લૂક.

કહેવામાં આવી રહ્યું છે કે ‘ગદર 2’માં તારા સિંહ અને સકીના સાથે તેમના પુત્ર જીતેની સ્ટોરી બતાવવામાં આવશે. પહેલા ભાગમાં તારા સિંહ, પત્ની સકીનાને લાવવા બોર્ડર પાર પાકિસ્તાન ગયા હતા, પરંતુ હવે બીજા ભાગની સ્ટોરી અહીંથી શરૂ થશે. ‘ગદર 2’ને અનિલ શર્માએ ડાયરેક્ટ કર્યું છે. ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ ઉપરાંત ગૌરવ ચોપરા, ઉત્કર્ષ શર્મા અને લવ સિન્હા જોવા મળશે. ઉત્કર્ષ શર્માએ ‘ગદરઃ એક પ્રેમ કથા’માં જીતેની ભૂમિકા ભજવી હતી. પરંતુ તે સિક્વલમાં મોટો થયો છે. ‘ગદર 2’નું મોટાભાગનું શૂટિંગ લખનૌમાં થયું છે. લખનૌની લા માર્ટિનીયર કોલેજને પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટર તરીકે બતાવીને અહીં પાકિસ્તાનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.