Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022ચૂંટણી પ્રચાર દરમિયાન ફેક ન્યૂઝ ફેલાવનારા ચેતી જાય...

ચૂંટણી પ્રચાર દરમિયાન ફેક ન્યૂઝ ફેલાવનારા ચેતી જાય…

Published by : Rana Kajal

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે.

ચૂંટણી પંચએ ફેક ન્યૂઝ, અફવા તેમજ શાંતિ ભંગ કરનારા  સમાચારો પર ખાસ નજર રાખશે. જો તેમને એવું લાગશે કે સોશિયલ મીડિયા પરનું આ કન્ટેન્ટ વાંધાનજક છે તો તેના માટે ઇન્ડિયન પીનલ કોડની કલમ મુજબ  કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે.  સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે સર્કલ ઓફિસર પાસે પણ પોતાની ટીમ હશે  અને  કાયદો ભંગ કરનારા સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.  

હાલના સમયમાં  સોશિયલ મીડિયા પર નિયંત્રણ કરવું થોડું મુશ્કેલ છે, ત્યારે ચૂંટણીપંચ દરેક જિલ્લામાં પોતાની ટીમ દ્વારા ફેસબુક, વોટ્સ એપ અને યુ ટયૂબના માધ્યમથી મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કરવાથી લઈને કોઈ નેતા કે પાર્ટી દ્વારા અપાતી લાંચ કે અન્ય પ્રલોભનોથી દૂર રહેવા જાગ્રત કરશે. રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયામાં પણ પ્રચાર કરવામાં આવતો હોય છે. જો આચાર સંહિતાનો ભંગ કરવામાં આવશે તો તેની સામે આઈપીસી અને આઈટી એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે. જો કોઈ વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હશે કે ઉશ્કેરણી જનક પોસ્ટ કરવામાં આવી હશે તો તેની સામે પોલીસની કાર્યવાહી પણ કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security