Published by : Rana Kajal
- માંગનાર લાંચિયો તલાટી રીતેશ દેસાઈ ₹15 હજાર લેતા ઝડપાયો
- મૂળ પાટણનો રીતેશ દેસાઈ મંડાણા ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી
- ઝાંક ગૃપ ગ્રામ પંચાયતના ચાર્જમાં હોય RCC ના મંજુર થયેલા ₹3.62 લાખના કામમાં સરપંચ પાસે લાંચ લેતા પોતાના ભાડાના મકાનમાં નર્મદા ACB એ પકડો
હવે આજકાલના નવા નવા સરકારી નોકરીમાં લાગતા જુવાનિયાઓ પણ બિન્દાસ લાંચ માંગતા અને લેતા થઈ ગયા છે. આવો જ એક કુસ્સો આદિવાસી નર્મદા જિલ્લાના દેડિયાપાડામાંથી સામે આવ્યો છે. જ્યાં મૂળ પાટણનો 27 વર્ષીય તલાટી રસ્તાના કામમાં પોતાની ટકાવારી એટલે ₹15 હજાર સરપંચ પાસેથી લેતા ACB ના હાથે પકડાયો છે.
નર્મદા ACB માંથી મળતી માહિતી મુજબ, પાટણના સેઢાલ ગામે રહેતો 27 વર્ષીય રીતેષભાઈ ગેમરભાઈ દેસાઈ વર્ગ 3 માં દેડિયાપાદાની મંડાળા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. જેની પાસે ઝાંક ગૃપ ગ્રામ પંચાયતનો પણ તલાટીનો ચાર્જ છે.
ઝાંક ગામના સરપંચએ RCC રસ્તાના કામ 15માં નાણાં પંચ માંથી કુલ રૂ।.3,62,000 જેટલી રકમ મંજુર કરવામાં આવી હતી. જે રસ્તાના કામો સરપંચે જાતે કરેલા હતા. તેઓના ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી રીતેશ દેસાઈએ આ કામોની ટકાવારી સરપંચ પાસે માંગી હતી.
તલાટીને સરપંચ ₹15000 ની લાંચની રકમ આપવા માંગતા ન હોય એન્ટી કરપ્સન બ્યુરો ACB નો સંપર્ક કર્યો હતો. સરપંચની ફરિયાદના આધારે મંગળવારે વડોદરા ACB મદદનીશ નિયામક પી.એચ. ભેસાણીયાના સુપરવીઝનમાં લાંચનું છટકું ગોઠવાયું હતું. નર્મદા ACB PI ડી.ડી.વસાવાની ટ્રેપમાં દેડિયાપાડા ખાતે પોતાના ભાડાના મકાનમાં તલાટી ₹15 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયો હતો. આરોપી રીતેશ દેસાઈની ACB એ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




