ભારતીય ઓલરાઉન્ડર રવિનદ્ર જાડેજાની પત્ની રિવાબા ધારાસભ્ય બની ગઈ છે. તેમણે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જામનગર સીટ પરથી મોટા અંતરથી જીત મેળવી છે. પત્નીની જીત બાદ જાડેજાએ જશ્ન મનાવ્યો હતો.આ જશ્ન બાદ ચાહકોએ જાડેજાનો ક્લાસ લીધો હતો અને સાથે ડિમાન્ડ પણ કરી હતી. જાડેજાએ પત્નીને શુભકામના પાઠવતા સોશિયલ મીડિયા પર રીવાબાની સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/7a046abe-de16-488f-8961-25ce8b22157d.jpg)
જાડેજાએ લખ્યું કે, હેલ્લો ધારાસભ્ય તમે આના હકદાર છો. તેમણે આગળ ગુજરાતીમાં લખ્યું જામનગરની જનતા જીતી ગઈ છે. હું સૌ લોકોનો આભાર માનુ છુ.તેની આ પોસ્ટ પર ચાહકોએ રિવાબાની જીતની શુભકામના પાઠવતા જાડેજા પાસે મોટી ડિમાન્ડ પણ કરી હતી. એક યુઝરે કહ્યું કે, સર બસ હવે તમે 2023 વર્લ્ડકપ પણ જીતાડવાનો છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/e5ea49a9-f3d4-4d98-a15b-b7dd9bd1eb40.jpg)
એક યુઝરે કહ્યું કે, જામનગરમાં તમે એક નવી ક્રિકેટ એકેડમી ખોલો, તેમજ કેટલાક ચાહકોએ કહ્યું કે, હવે ચૂંટણી પુરી થઈ ગઈ છે. હવે ટીમમાં પાછા આવી જાઓ.જામનગરથી ચુંટણીમાં ઝંપલાવનાર રિવાબા જાડેજાએ શાનદાર જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાના પત્નિએ રાજકારણમાં સફળતાપૂર્વક ડેબ્યૂ કર્યુ છે