પાવાગઢ નજીક ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા પાવાગઢ આવેલા ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના મહંતને સ્વીફ્ટ કારે ટક્કર મારતા મહંત નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ગોધરા ના ગાર્ડન રોડ ઉપર બાવાની મઢીના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના 71 વર્ષીય મહંત ધનુષધારી પ.પૂ. રાઘવદાસજી મહારાજ આજે ગોધરા મંદિર ખાતે આગામી 25 મી ડિસેમ્બરે રાખેલ ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા નીકળ્યા હતા. એક અનુયાયી ભક્તની ગાડીમાં હાલોલના કંજરી રામજી મંદિર ના મહંત પ.પૂ. રામશરણદાસજી મહારાજને પત્રિકા આપી પ્રસાદી લઈ પાવાગઢ નીકળ્યા હતા.
પાવાગઢ પાતાળ તળાવ પાસે આવેલ હનુમાનજી મંદિર ખાતે પહોંચી ભક્ત અનુયાયીને ત્યાં થી રવાના કર્યો હતો અને ત્યાં આશ્રમ માં આમંત્રણ આપી પાવાગઢ મહાકાળી મંદિરે જતા રોડ ઉપર આવતા સ્વીફ્ટ કારની અડફેટે આવી જતા પૂજ્ય મહંતનું અકસ્માત માં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મહંત ના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
(ઈનપુટ : જીતેંદ્ર રાજપૂત, વડોદરા)




