ગાંધીધામના કીડાના જગદંબા સોસાયટીમાં રહેતા મહંમદ છોટુ નોયની રસુલ શેખ ગાંધીધામના ખાન લોજીસ્ટીકનું ટ્રેલર નંબર-જી.જે.૧૨. એ.વાય.૫૫૩૦ લઇ નાગપુરથી પ્લેટો ભરી અમદાવાદ ખાતે કરવા જતો હતો તે દરમિયાન ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ અતિથી હોટલની સામે હોર્સ પાઈપ ફાટી જતા ટ્રેલર ખોટકાયું હતું તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રેલર નંબર-જી.જે.૧૨.બી.ઝેડ.૧૨૨૫ ઉભેલ ટ્રેલરમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રેલરના ચાલક પ્રમોદ સુખલાલ રાયને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.