Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણી તમામ વયના મતદારો માટે બની રહેશે લોકશાહીનો...

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણી તમામ વયના મતદારો માટે બની રહેશે લોકશાહીનો સાચો ઉત્સવ કહ્યું ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ…

– 1359 મતદાન મથકોમાં 5 દિવ્યાંગ, પાંચ મોડલ, 35 સખી, પાંચ ઇકો અને ઝઘડિયામાં એક યુવા મતદાન મથક

– 682 મતદાન મથકોએ થશે વેબકાસ્ટિંગ, દિવ્યાંગો અને વૃદ્ધો માટે પોસ્ટલ બેલેટ

– ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા માટે 12.65 લાખ મતદારો પેહલી ડિસેમ્બરે આપશે મત

– જિલ્લામાં 312 શતાયુ, 30449 યુવા, 14647 દિવ્યાંગ, 27564 મતદારો 80 થી વધુ ઉંમરના, 71 કિન્નરો

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ પાંચ વિધાનસભા બેઠકો ઉપર પેહલી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી હતી.ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો ઉપર કુલ 12 લાખ 65 હજાર 588 મતદારો માટે 1359 બુથોનું આયોજન કરાયું છે. જેના ઉપર 5901 કર્મચારીઓ ફરજ બજાવશે.આ વખતે ચૂંટણીમાં 682 મતદાન મથકોથી લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે. સાથે જ છેવાડા એક એક મતદાર સુધી પોહચવા પણ વિશેષ ઝુંબેશ અને આયોજન હાથ ધરાયુ છે. જિલ્લામાં આ વખતે પાંચ દિવ્યાંગ, પાંચ મોડલ, 35 મહિલા સંચાલિત મતદાન મથકો હશે.

જ્યારે પ્રથમ વખત ઇકો મતદાન અને યુવા માટે ઝઘડિયામાં ફક્ત યુવા સંચાલિત મતદાન મથક પણ ઉભું કરાશે. જિલ્લામાં કુલ મતદારોમાં 312 મતદારો શતાયુ, 14647 દિવ્યાંગ, 30449 યુવા અને 27564 મતદારો 80 થી વધુ ઉંમરના છે. 80 થી વધુ ઉંમરના વૃધ્ધો અને દિવ્યાંગો માટે પ્રથમ વખત પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઈ છે.ભરૂચ જિલ્લાની ભરૂચ, વાગરા, જંબુસર, અંકલેશ્વર અને ઝઘડિયા બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું 5 નવેમ્બરે પડશે. 14 નવેમ્બર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ. 15 મી એ ચકાસણી, પેહલી ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે કે.જે.પોલીટેક્નિક ખાતે મતગણતરી હાથ ધરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security