ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ ભારત જોડોની જેમ ગુજરાત જોડો યાત્રા કરશે. ‘હાથ સે હાથ જુડે’ ના બેનર હેઠળ ફરી કોંગ્રેસનો બેઠા થવા પ્રયાસો હાથ ધર્યા છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા ટૂંક સમયમાં ગુજરાત જોડો યાત્રા શરૂ કરાશે. ભારત જોડો યાત્રાની જેમ ગુજરાત જોડો યાત્રાનું આયોજન સંપૂર્ણ ગુજરાતમાં કરવામાં આવશે. ગુજરાત જોડો યાત્રા હાથ સે હાથ જુડે'ના બેનર હેઠળ યાત્રા યોજશે. ગુજરાત રાજ્યમાં 3 મહિના સુધીહાથ સે હાથ જુડે’ અભિયાન ચલાવવામાં આવશે. અભિયાનમાં દરેક તાલુકા પંચાયત અને દરેક વિધાનસભા બેઠકોને આવરી લેવાશે. યાત્રાની શરૂઆત 15મી જાન્યુઆરી બાદથી કરવામાં આવશે. ‘હાથ સે હાથ જુડે’ના સમગ્ર અભિયાનની જવાબદારી મિલિંદ દેવરાને સોંપાઈ છે. ભરતસિંહ સોલંકીને જમ્મૂ-કશ્મીર તો અર્જુન મોઢવાડિયાને ઝારખંડની જવાબદારી સોંપાઈ છે.




