નાણા મંત્રાલય દ્વારા પબ્લિક ડેટ મેનેજમેન્ટ પર રિલીઝ ક્વાર્ટરલી રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરના અંતે સરકારનું દેવું વધીને રૂ.147.19 લાખ કરોડ નોંધાયું છે. જે અગાઉ જૂનના અંતે રૂ.145.72 લાખ કરોડ રહ્યું હતું. ટકાવારીની દૃષ્ટિએ તેમાં બીજા ક્વાર્ટર દરમિયાન 1 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર, 2022ના અંતે કુલ દેવામાં જાહેર દેવુ 89.1 ટકા નોંધાયું હતું જેમાં જૂનની તુલનાએ 88.3 ટકાનો વધારો થયો હતો. પ્રાઇમરી ઇસ્યુઅન્સની સરેરાશ યીલ્ડ પણ વધીને નાણાકીય વર્ષ 2023ના Q2માં 7.33 ટકા રહી હતી. નવી ઇસ્યુઅન્સની સરેરાશ મેચ્યોરિટી Q1ના 15.69 વર્ષના બદલે Q2માં 15.62 વર્ષ હતી.
ટૂંકા ગાળાના ફુગાવા તેમજ લાંબા સમયગાળા માટે યીલ્ડમાં આંશિક રાહત છતાં લિક્વિડિટીની ચિંતાને કારણે સેકન્ડરી માર્કેટમાં સરકારી સિક્યોરિટીઝના ગ્રાફમાં વધારો જોવા મળ્યો હતો. બીજા ક્વાર્ટર દરમિયાન ફુગાવાને અંકુશમાં રાખવા માટે RBIએ રેપોરેટમાં 100 બીપીએસનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જે 4.90 ટકાથી વધારીને 5.90 ટકા કરવામાં આવ્યો હતો.




