Published by : Rana Kajal
વિશ્વવ્યાપી મંદીના વાદળ પછી, મોટી ટેક કંપનીઓ તેમની ઓફિસોમાં છટણીનો રાઉન્ડ ચલાવી રહી છે. કર્મચારીઓ માટે વાતાવરણ ખરાબ છે અને તેમની નોકરી જોખમમાં છે. દરમિયાન, માઇક્રોસોફ્ટના લગભગ 11,000 કર્મચારીઓને આજે છટણી કરવામાં આવશે.
ગત વર્ષથી વિશ્વની અનેક નામાકિંત કંપનીઓમાં કર્મચારીઓની છટણીનો તબક્કો શરૂ થયો છે, ટ્વિટર, એમેઝોન, મેટા, ઓલા સહિતની ઘણી મોટી કંપનીઓ બાદ હવે સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ પોતાના કર્મચારીઓને આજથી મોટા પાયે કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવા જઈ રહી છે. રોયટર્સે સ્કાય ન્યૂઝને ટાંકીને આ માહિતી આપી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, માઇક્રોસોફ્ટે તેની કંપનીમાં 5 ટકા એટલે કે, લગભગ 11 હજાર કર્મચારીઓ ઘટાડવાની યોજના તૈયાર કરી છે. મતલબ કે માઈક્રોસોફ્ટમાં આજથી શરૂ થઈ રહેલી છટણી 11,000 કર્મચારીઓને અસર કરશે.
માઇક્રોસોફ્ટમાં છટણીની અસર એન્જિનિયરિંગ વિભાગમાં થશે. કંપનીના આ નિર્ણયથી હજારો કર્મચારીઓને બેરોજગાર થશે. મળેલી માહિતી અનુસાર, માઇક્રોસોફ્ટમાં કરનાર છટણીની સૌથી વધુ અસર અમેરિકન ટેક્નોલોજી સેક્ટરમાં જોવા મળશે.