- ડોમેસ્ટિક એરપોર્ટ પર ફ્લાઇટની ટિકિટ હવે બારકોડથી સ્કેન કરાશે
અમદાવાદથી હવાઈ મુસાફરી કરનારાઓ માટે રાહત ભર્યા સમાચાર પ્રાપ્ત થઈ રહયા છે. હવે ટર્મિનલમા પ્રવેશ મેળવવા માટે મુસાફરોએ રાહ નહીં જોવી પડે ..
અમદાવાદ એરપોર્ટ પરથી ટર્મિનલમાં પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવા હવે ગેટ પર બારકોડ સિસ્ટમ શરૂ કરાઈ છે. ટિકિટનું મેન્યુઅલ ચેકિંગ થતું હોવાથી લાંબી લાઈન લાગતી હતી. હવે બંને ગેટ પર બારકોડ સ્કેન મશીન મુકાતા ફ્લાઇટ સહિતની વિગતો સ્ક્રિન પર દેખાશે. પેસેન્જરે માત્ર આઈડી બતાવવાનું રહેશે. હાલ સીઆઈએસએફના જવાનો ફ્લાઇટની ટિકિટ અને આઇડી ચેક કરે પછી જ ટર્મિનલમાં પ્રવેશ આપવામાં આવે છે.આ વ્યવસ્થા કરવામાં આવતા મુસાફરોને મોટી રાહત મળશે એમ મનાઇ રહ્યું છે.




