- કંપનીને લાખો રૂપિયાનું નુકશાન થયું
વડોદરાના સાવલી તાલુકાના પોઇચા ગામ ખાતે એવીડ ઓર્ગેનિકસ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વડોદરાના સાવલી તાલુકાના પોઇચા ગામ સ્થિત એવીડ ઓર્ગેનિકસ કંપનીમાં આજરોજ એકાએક આગ ફાટી નીકળી હતી. આગને પગલે આજુબાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી. જેને પગલે ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ લાગતાની સાથે જ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે આગને કારણે કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગથી કંપનીને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યુ હતુ. આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે એવીડ ઓર્ગેનિકસ કંપની પ્રદુષણ ફેલાવવાના મામલે અનેક વખત વિવાદોમાં આવેલ છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)




