Published by : Rana Kajal
હોળી અને ધૂળેટીના પર્વના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને લાલ-લીલી દ્રાક્ષનો શણગાર કરાયો હતો આ શણગારે ભકતોમાં આકર્ષણ જમાવ્યું હતું. લાખો હરિભક્તોએ દાદાના દર્શનનો લહાવો લીધો હતોસાળંગપુર સ્થીત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને આજે તા. 4માર્ચના દીવસે 1 હજાર કિલો લાલ અને લીલી દ્રાક્ષનો શણગાર અને અન્નકુટ ધરાવાયો છે. આ વિશેષ શણગાર અને અન્નકુટ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનમાં કરાયો હતો. વધુમાં આજે સવારે 5.30 વાગ્યે મંગળા આરતી પૂજારી ડિ. કે. સ્વામી દ્વારા તથા શણગાર આરતી 7.00 કલાકે કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી.આ સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.





