શહેરના અમરોલી વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હોવાની માહિતી મળી રહી છે. વેદાંત ટેક્સો એમ્બ્રોડરીના કારખાનમાં મારામારી થઇ હતી. કાગીગરોને છૂટા કરાતા મળતીયાઓને બોલાવીને હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ચપ્પુથી કારખાના માલિક અને પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીમાં માલિકના મામા વચ્ચે પડતા તે પણ ઘાયલ થયા હતા. ટૂંકી સારવાર બાદ ત્રણેયનાં મોત નિપજ્યાં છે.
કારીગરે મળતીયાઓને બોલાવી કર્યો હુમલો
સુરતના અમરોલી વિસ્તાર બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરી ના કારખાનામાં મારામારીની ઘટના સામે આવી છે. કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છૂટા કરી દેતાં અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. માલિકે કારીગરને છૂટા કરી દેતાં કારીગરે તેના મળતીયાઓને બોલાવી હુમલો કર્યો હતો.
શું છે સમગ્ર મામલો?
એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતાં કારીગરને છૂટો કરી દેતાં તેણે મળતીયાઓને બોલાવીને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ચપ્પુ વડે કારખાના માલિક તેમજ તેમના પિતા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ઘટના સ્થળે હાજર કારખાનાના માલિકના મામા બચાવવા વચ્ચે પડ્યાં હતાં. હુમલોખોરોએ તેમની પર પણ હુમલો કર્યો હતો. મારામારીની આ ઘટનામાં ઘાયલ ત્રણેય લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ત્રણેયના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ હુમલાખોર કારીગર અને તેના મળતીયાઓને પકડી પાડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.




